સમગ્ર ભારતમાં કોરોનાના કેસમાં સત્તત વધારો થઇ રહ્યો છે અને કેટલાય લોકોને કોરોનાને લીધે પોતાનો જીવ ગુમાવવાના વારો આવ્યો છે.સાથે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં લોકોને નથી બેડ મળી રહ્યા કે નથી પૂરતી માત્રામાં ઓક્સિજન મળી રહ્યો. ત્યારે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે. જયારે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે સરકારી તનર દ્વારા જરૂરી પગલા લેવાઈ રહ્યા છે. જયારે અમદાવાદ શહેરમાં પશ્વિમ વિસ્તાર પછી હવે પૂર્વ વિસ્તારમાં ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનની શરૂઆત કરવામાં આવી છે. નિકોલ વિસ્તારમાં આજથી ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં ડ્રાઈવ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અને ઇન સિનેમામાં ડ્રાઈવ થ્રુ વેકસીનેશન ચાલુ છે. ચાલુ મોટરકારમાં રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના કારણે રસી લેવા માટે લાંબી કતાર જોવા મળી હતી. જેથી કહી શકાય કે લોકોમાં હવે રસી લેવા પ્રત્યે થોડી જાગૃતિ આવી છે.
અમદાવાદમાં આવેલ નિકોલના વેક્સીનેશન સેન્ટર પર ભાજપનો ખેસ પહેરીને આવેલા લોકો તેમના સ્વજનોને લાઈનમાં ઉભા રહ્યા વગર જ રસી અપાવતા હોવાનો આક્ષેપ લાઈનમાં ઉભેલ સામાન્ય જનતાએ કર્યો છે. ભાજપના ખેસ પહેરીને આવેલ લોકો પોતાના સ્વજનોને લાઈનમાં ઉભા રહ્યા વગર વેક્સિન અપાવતા અન્ય લોકોએ ભારે રોષ દાખવ્યો હતો અને હોબાળો કર્યો હતો.
જયારે બીજી બાજુ અમદાવાદના ડ્રાઈવ ઈન સિનેમા ખાતે પણ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે લાંબી લાઈન જોવા મળી છે. ગઈ કાલથી જ થલતેજ ખાતેના ડ્રાઈવ ઈન સિનેમા ઘરમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ થયુ છે અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સવારથી લાંબી લાઈનો લાગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.