સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.
કોરોના કાળમાં માનવી પોતાનું ગુજરાન ચલાવવા માટે સંઘર કરી રહ્યો હતો ત્યારે અમુક વ્યક્તિએ ને 72 દિવસો સુધી જેમણે રાત દિવસ જોયા વગર સતત સેવા કરી હતી. કોરોનાની બીજી લહેરમાં ફરી પાછી આવેલી મુખ્ય જવાબદારીને લઈને જરૂરિયાતમંદ લોકોને આર્થિક સહાય, હોસ્પિટલમાં મદદરૂપ બનવું, ઈન્જેક્શન, બેડ અને દવામાં મદદરૂપ બની ખુબ મોટી સેવા પુરી પાડી હતી અને સૌરાષ્ટ્રમાં ગભરાયેલા લોકોમાં ડર નો માહોલ દુર કરવા માટે પણ આ યુવાનો સાથે મળીને તાલુકાનાં ગામડાઓમાં મદદરૂપ બની ખુબ મોટી ઉમદા સેવા પુરી પાડી હતી.
ત્યારે એક સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક અગ્રણીઓ અને તબીબોની ટીમ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પરંતુ લોકોએ સિક્કા પાડવા માટે મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને કોરોનાની ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાડતા નજરે પડી રહ્યા છે. સાથે આ સન્માન સમારોહ કાર્યક્રમમાં કેટલાય એવા લોકો પણ હતા જેમણે માસ્ક પણ નહોતા પહેરેલા. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં સામાજિક અંતરના પણ ધજાગરા ઊડ્યા હતા.
સરકાર દ્વારા કોરોના મહામારીને અટકાવવા માટે જાહેર જનતાને અને તમામ લોકોને કોરોનાથી બચવા માટે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવાની સુચના આપી છે. સાથે કહ્યું છે કે, કોરોના સામેની જંગ જીતવા માટે આપણે સૌ લોકોએ માસ્ક અવશ્ય પહેરવું અને વારંવાર હાથને સાબુ વડે ધોવા અને સામાજિક અંતરનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. પરંતુ લોકોને સલાહ આપતા યુવકો જ માસ્ક અને સામાજિક અંતરના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે તે કેટલું યોગ્ય?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.