આ પાંચ લક્ષણો ધરાવતા લોકોને મચ્છર સૌથી વધુ કરડે છે, જાણો મચ્છરથી બચવાના ચાર સચોટ ઉપાય

હવામાન બદલાતાં મચ્છરોએ પણ દરેક ઘરોમાં દસ્તક દીધી છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે મચ્છરો ફક્ત અમુક લોકોના લોહી માટે કેમ તરસ્યા રહે છે. ઉદાહરણ તરીકે, બે મિત્રો પાર્કમાં સાથે ચાલવા માટે જાય છે. એક તો મચ્છરના શરીરને પણ સ્પર્શતો નથી અને બીજો શરીર પર લગભગ 15 નિશાનો લઈને ઘરે આવે છે. આનું કારણ શું છે? જાણો કેમ મચ્છર અમુક લોકોને જ નિશાનો બનાવે છે. ચાલો તો જાણીએ કે, કેમ મચ્છર અમુક લોકોને જ નિશાનો કેમ બનાવે છે?

મેટાબોલિક રેટ: તમારું મેટાબોલિક એ એક જટિલ વિષય છે. પરંતુ તે તમારા શરીર દ્વારા છોડવામાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ નક્કી કરે છે. કાર્બન ડાયોક્સાઇડની ગંધ પણ મચ્છરોને ઝડપથી માણસો તરફ આકર્ષિત કરે છે. માદા મચ્છર તેના ‘સેન્સિંગ ઓર્ગન્સ’ માંથી કાર્બન ડાયોક્સાઇડની ગંધ શોધી કાઢે છે. એક અધ્યયન મુજબ સગર્ભા સ્ત્રીઓ સામાન્ય માનવી કરતા 20 ટકા વધુ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. તેથી જ મચ્છર તેમને વધુ કરડે છે.

સ્કીન બેક્ટેરિયા: શું તમે જાણો છો તમારી ત્વચામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા છુપાયેલા છે. ખરેખર, આ કોઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ આ બેકટેરીયા મચ્છરોને તમારી પાસે આવવા આમંત્રણ આપી શકે છે. તાજેતરના અધ્યયનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મચ્છરને અમુક પ્રકારના બેક્ટેરિયાવાળા માણસો ગમે છે. જે લોકોની ત્વચામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા હોય છે તેઓ પર મચ્છરોનો હુમલો ઓછો કરે છે.

લોહીના અલગ-અલગ પ્રકાર: તમે વાત સાંભળી જ હશે કે મચ્છરો મીઠા લોહી ધરાવતા લોકો તરફ વધુ આકર્ષાય છે. અને આ સાચી હોઇ શકે છે. પુરાવા સૂચવે છે કે મચ્છર સામાન્ય લોકો કરતા ‘ઓ’ બ્લડ ગ્રુપના લોકોને વધારે આકર્ષે છે. બીજો નંબર ‘એ’ બ્લડ ગ્રુપના લોકોનો છે. આ બંને રક્ત જૂથો મચ્છર માટે ચુંબકની જેમ કાર્ય કરે છે. અને મચ્છરો આ બ્લડગ્રુપ ધરાવતા લોકોને વધારે કરડે છે.

હળવા રંગના કપડાં પહેરવાનું રાખો: સામાન્ય રીતે મચ્છરો મેદાન અથવા જ્યાં ઘાસ વધારે છે ત્યાં જોવા મળે છે. તેઓ તમારા સુધી પહોંચવા માટે ગંધ અને દ્રષ્ટિના સંયોજનનો ઉપયોગ કરે છે. તેથી, તેમને ટાળવા માટે, જો શક્ય હોય તો, ફક્ત હળવા રંગના કપડાં પહેરો અને બહાર નીકળો.

ન્હાવાનું રાખો: મચ્છરોને તમારા શરીરનો પરસેવો અને પરસેવાથી બનતું એસીડ ખુબ જ ગમે છે. તેથી જ્યારે પણ તમે કસરત કરવા નીકળશો અથવા કોઈ પરસેવો પડે તેવું કામ કરો ત્યારે ઘરે આવ્યા પછી વહેલી તકે સ્નાન કરી લો. ન્હાવાથી મચ્છરોને તમારું શરીર ચોખ્ખું રહે છે અને મચ્છર દુર રહે છે.

બીયર પીવાનું ટાળો- એક અધ્યયન મુજબ મચ્છરો બીયર પીનારા લોકોનું લોહી પણ પસંદ કરે છે. બિયરનું સેવન કરતા લોકો તરફ મચ્છર વધુ આકર્ષાય છે. જો આવી પરિસ્થિતિમાં મચ્છરથી અને મચ્છર કરડવાથી થતી બીમારીઓથી બચવું હોય તો બીયર પીવાનું બંધ કરી દેવું જોઈએ.

જંતુનાશક દવાનો ઉપયોગ: આજના સમયમાં દરેકના મકાનોમાં વિવિધ પ્રકારના જંતુનાશકો હોય છે. જેમ કે ગુડ નાઈટ, ઓલ આઉટ જેવા ઘણા ઉપકરણો મચ્છરોને તમારાથી દુર રાખે છે. આજના સમયમાં મચ્છરોને ઘરથી દુર રાખવા ઘણા ઉપકરણો બજારમાં મળી રહ્યા છે. જેના કારણે તમને ઘરમાં એક પણ મચ્છર દેખાતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *