સુરતમાં દારૂની ખેપ મારતી 6 મહિલાઓ ઝબ્બે, ઇકો કાર સહિત હજારોના દારૂ સાથે થઈ ધરપકડ

ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળો ઉપર જ જોવા મળી રહી છે. સુરતના પલસાણા તાલુકાનાં માંખીંગા ગામની સીમમાંથી ઘરનં. 48 ઉપરથી દારૂ ભરેલ ઇકો કાર સાથે…

ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળો ઉપર જ જોવા મળી રહી છે. સુરતના પલસાણા તાલુકાનાં માંખીંગા ગામની સીમમાંથી ઘરનં. 48 ઉપરથી દારૂ ભરેલ ઇકો કાર સાથે 6 મહિલા તેમજ એક પુરુષને ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો દમણથી ભરી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે કુલ રૂ, 3.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અત્રે ઉલેખીય છે કે, હવે ટૂંક સમયમાં જ હોળી ધૂળેટીનો તહેવાર આવતો હોય જેને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે દમણથી ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો છે. જે હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમે પલસાણા તાલુકાનાં માંખીંગા ગામની સીમમાં ને.હા.નં-48 ઉપર વોચ ગોઠવી હતી.

પોલીસને માહિતી મળી હતી તે મુજબ રેડ પાડતા ઇકો કાર નંબર GJ-15-CD-0984 આવતા તેને અટકાવી હતી અને ચાલક આશિષ મણીલાલ પટેલ (રહે, ચણોદ ગામ, તા-પારડી, જી-વલસાડ) તેમજ કારમાં બેસેલા મહિલા રેણુકાબેન રાકેશભાઈ ભૂરીયા, અસ્મિતાબેન લલિતાભાઈ ડામોર, કાંતાબેન પ્રવીણભાઈ ભિલવાડ, મનુબેન રમણભાઈ ભૂરીયા, ગીતાબેન સંજયભાઈ ડામોર, રામાબેન કાંતિભાઈ પરમાર (રહે, પૂણાગામ, સુભાષનગર ઝૂપડપટ્ટી, સુરત શહેર)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસ તપાસમાં કારમાંથી એક કોથળામાંથી વિદેશી દારૂની કુલ 864 નંગ બોટલ કિંમત રૂ, 85,200 તેમજ ઇકો કાર અને રોકડ રકમ મળી કુલ 3.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જ્યારે પકડાયેલ મહિલાઓની પૂછપરછ કરતાં આ દારૂ દમણના એક વ્યક્તિએ ભરી આપ્યો હતો અને સુરત શહેર ખાતે છૂટક વેચાણ માટે લઈ જવાતો હતો. પોલીસે પકડાયેલ તમામનો કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *