બટેટા પકવતા ગુજરાતના ખેડૂતો પર પેપ્સિકો કંપનીએ કર્યો 1 કરોડની નુક્સાનીનો કેસ- જાણો કારણ

ઉત્તર ગુજરાત ના 9 ખેડૂતો સામે પેપ્સિકો કંપનીએ કોપીરાઈટનો દાવો કર્યો છે. પેપ્સીકો કંપનીએ કોમર્શિયલ કોર્ટમાં ખેડૂતો સામે કેસ કર્યો છે. અમુક જાતના બટાકાની કોપીરાઈટ…

ઉત્તર ગુજરાત ના 9 ખેડૂતો સામે પેપ્સિકો કંપનીએ કોપીરાઈટનો દાવો કર્યો છે. પેપ્સીકો કંપનીએ કોમર્શિયલ કોર્ટમાં ખેડૂતો સામે કેસ કર્યો છે. અમુક જાતના બટાકાની કોપીરાઈટ હોવાનો કંપનીએ આક્ષેપ કર્યો છે. અને એક-એક કરોડ રૂપિયાના નુકશાનીનો દાવો કર્યો છે. કંપનીએ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સામે આ કેસ કર્યો છે. તો ખેડૂતોના વકીલ તરફથી કોર્ટમાં વકીલાતનામું રજૂ કરાયું. કોર્ટમાં ખેડૂતો હાજર રહ્યા હતાં. અને હવે આ મામલે 12 જૂને સુનાવણી થશે. અમેરિકાની પેપ્સિકો કંપનીએ ગુજરાતના બટાકા ઉત્પાદિત કરતાં 12 ખેડૂતો પર ગુના નોંધ્યા છે. જેથી ગુજરાતના ખેડૂત સંગઠનોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે ગુજરાતના કેટલાંક ખેડૂત આગેવાનો મળ્યા હતા.

કંપનીનો દાવો છે કે તેમના પેટન્ટ ધરાવતા લેઈસ (Lay’s)ની ચીપ્સ બનાવવાના બિયારણથી ગુજરાતના ખેડૂતો બટાકા ઉગાડે છે. વેપારી અદાલતે વિનોદ પટેલ, હરિભાઈ પટેલ અને છબીલ પટેલ નામના 3 ખેડૂતો પર બટાકા ઉગાડવા કે વેચવા પર 26 એપ્રિલ સુધી રોક લગાલી દીધી હતી. અદાલતે આ ખેડૂતો પાસેથી જવાબ માંગ્યો છે. ખેડૂતો માટે અહેવાલ તૈયાર કરવા માટે અદાલતે આદેશ આપ્યો છે.

2018 અને 2019માં આવા 12 જેટલા ખેડૂતો સામે વિદેશી કંપનીએ પગલાં લીધા છે. એશિયામાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન ડીસામાં થાય છે. પેપ્સિકોએ દુનિયામાં સેંકડો ખેડૂતો પર આવા દાવા કર્યા છે. અમેરિકા અને કેનેડાના કેટલાક ખેડૂતો જેલમાં છે. હવે ગુજરાતમાં તે જ વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે.  જેથી રાજ્યમાં ખેડૂત સંગઠનોએ પેપ્સિકો કંપની સામે બાયો ચડાવી છે અને જો કેસ પરત ના લે તો આગામી દિવસમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પેપ્સી કંપની એ અમદાવાદની કોર્ટમાં પોતાના દાવામાં ચારમાંથી પ્રત્યેક ખેડૂત પાસે રૂ. 1-1 કરોડની નુકસાનીની માગણી કરી છે. જ્યારે અગાઉ મોડાસા કોર્ટમાં તેણે નવ ખેડૂતો સામે કેસ કરીને દરેક પાસેથી રૂ. 20-20 લાખની નુકસાનીની માગણી કરી હતી. આ બાબતની જાણ થતાં જ સ્ટેન્ડ-અપ-કોમેડિયન અભિજિત ગાંગુલીએ ટ્વીટ કરીને હવેથી પેપ્સિકોની તમામ પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે અને બીજા લોકોને પણ તેની હાકલ કરી છે. જ્યારે રવિ નાયર નામના પત્રકારે લખ્યું હતું કે, આશા રાખીએ કે પેપ્સિકો તેની પેપ્સીમાં વપરાતા ભૂગર્ભજળનો ઉપયોગ કરવા બદલ લોકો સામે દાવો નહીં માડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *