સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકાર પાસેથી આંતરરાષ્ટ્રીય કોર્ટનો સંપર્ક કરવા અને ચીન પાસેથી 600 બિલિયન ડોલરના વળતરની માગણી લઇને તેના વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
અરજી દાખલ કરનારનુ કહેવું છે કે જેને જાણી જોઇને આ મહામારી ફેલાવી રહ્યું છે એટલા માટે વળતરની માંગણી થવી જોઈએ. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના વુંહાન institute of virology માંથી કોરોનાવાયરસ ની ઉત્પત્તિ થઈ અને તેના પૂરતા પુરાવા પણ છે.જણાવી દઈએ કે કોરોનાવાયરસ એ ભારતીય અર્થવ્યવસ્થાને ખરાબ રીતે ધ્વસ્ત કરી દીધું છે અને તેને દેશમાં સેંકડો લોકોનો જીવ પણ લીધો છે.
ભારત વિરુદ્ધ જૈવિક હથિયાર ના રૂપમાં બનાવવામાં આવ્યો છે કોરોનાવાયરસ
મદુરાઈના નિવાસી કે કે રમેશ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કોરોનાવાયરસ ને જાણી જોઈને ચીન દ્વારા ભારતના વિરુદ્ધ જૈવિક હથિયાર ના રૂપમાં બનાવવામાં આવ્યો છે. આ અરજીને અદાલતમાં વકીલ સી આર જયા દ્વારા દાખલ કરવામાં આવી છે.જેમાં ભાર આપીને કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ ભારત અને અન્ય દેશો અને મહાદ્વીપ સુધી ફેલાઈ ગયો છે પરંતુ ચીન ની વાત કરીએ તો તેના wuhan શહેરને છોડીને તે કોઇપણ શહેરમાં નથી ફેલાયો.અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો કે પ્રાઇવેટ સંપત્તિ આઈસીજીને સંપર્ક નથી કરી શકતી એટલા માટે કેન્દ્રને આ સંબંધમાં કેસ નોંધી આગળ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવવો જોઈએ.સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર મળી આવતા લેટેસ્ટ આંકડાઓ અનુસાર ભારતમાં કોરોનાવાયરસ ના 56 હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત આ બીમારીથી 1886 મૃત્યુ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news