છોકરાઓના લગ્ન માટે 21 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે તો પછી છોકરીઓ માટે શા માટે ભેદભાવ કરીને 18 વર્ષ નક્કી કરાયા. બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે દિલ્હી હાઇકોર્ટમાં તે વિશે જણાવતા કહ્યું કે, અમર વૈજ્ઞાનિકના લઈને નહીં પરંતુ પિતૃઓ ના વિચારો ઉપરથી નક્કી કરવામાં આવી હતી. જે ઉંમર માં હવે વૈજ્ઞાનિક ના કારણે વધારો કરવો જોઈએ.
દિલ્હી હાઇકોર્ટમાં છોકરીઓના લગ્નની ઉંમર વધારવી ની માંગ કરવામાં આવી છે.કોર્ટમાં પીઆઇએલ દાખલ કરીને બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયે દિલ્હી હાઇકોર્ટમાં તે વિશે જણાવતા કહ્યું કે, અમર વૈજ્ઞાનિકના લઈને નહીં પરંતુ પિતૃઓ ના વિચારો ઉપરથી નક્કી કરવામાં આવી હતી. જે ઉંમર માં હવે વૈજ્ઞાનિક ના કારણે વધારો કરવો જોઈએ. છોકરાઓની સરખામણીમાં છોકરીઓની ઉંમર સીમા ખૂબ જ ટૂંકી રાખવામાં આવી છે.
ઉપાધ્યાયે કોર્ટમાં પીઆઇએલ દાખલ કરીને છોકરીઓની ઉંમર 18 નહીં પરંતુ ઓછામાં ઓછી ૨૧ વર્ષ ની માંગ કરી છે. જે છોકરીઓના લગ્ન માટે ૧૮ વર્ષ રાખવામાં આવ્યા હતા તે જૂના વિચારોના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં વૈજ્ઞાનિક જણાવવામાં આવ્યું છે કે છોકરીઓની ઉમર સીમા વધારો કરવો જોઈએ.
તેમણે દિલ્હી કોર્ટને જણાવ્યું છે કે, અઢાર વર્ષની ઉંમરે લગ્ન કરવા થી છોકરીઓને ભણવા માટેનો સમય મળી શકતો નથી. અને ૧૮ વર્ષની નાની ઉંમરે છોકરીઓને સામાજિક પ્રશ્નો નો સામનો કરવો પડે છે. જૂની વિચારસરણીવાળા લોકો અને ઘર સમાજ લગ્ન પછી ટૂંક સમયમાં છોકરીઓ પાસે બાળકની અપેક્ષા રાખે છે. નાની ઉંમરની છોકરી ઓના ભણતરની સાથે પ્રેગનેટ થઈ જાય છે. જે છોકરીઓ ના કરિયર ઉપર ખૂબ જ પ્રભાવ પાડે છે. જેના કારણે છોકરીઓમાં આત્મનિર્ભરતા માં ઘટાડો થાય છે.
તદુપરાંત જણાવવામાં આવ્યું કે, નાની ઉંમરે લગ્ન થવાના કારણે ૩૦ વર્ષથી ઓછી ઉંમર પહેલા છોકરીઓ પ્રેગનેટ થઈ જાય છે જેના કારણે બાળકો નું વજન ઓછું, બાળક શારીરિક સમસ્યાઓ થી પીડાતું હોય છે વગેરે જેવી સમસ્યાઓનો બાળકને સામનો કરવો પડે છે. ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું છે કે 21 વર્ષની ઉંમરે લગ્ન કરવાથી છોકરીઓનો શિક્ષણ પૂર્ણ થઇ ચૂક્યું હોય છે. જેના કારણે છોકરીઓ પોતાની રીતે આત્મનિર્ભર થઈ શકે છે.