આણંદ(ગુજરાત): સોગંદનામું કરનાર યુવતી અને તેના વકિલ સામે ગુનો ન નોંધવા પેટલાદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે રૂપિયા 1 લાખની લાંચ માંગી હતી. ત્યારબાદ સેટલમેન્ટ થતાં 50 હજાર રૂપિયાની ડીલ થઇ હતી. આ અંગે કોન્સ્ટેબલે રૂપિયા 50 હજારની લાંચ લેવા આવેલો અન્ય વ્યક્તિ પકડાઇ ગયો હતો. કોન્સ્ટેબલને એસીબીની ટ્રેપની જાણ થતાં જ ફરાર થઇ ગયો હતો.
પેટલાદના એક યુવકે સ્થાનિક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. તેથી યુવતીના પિતાએ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં યુવક અને યુવતી વિરુધ ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ લગ્ન રજીસ્ટર કરવા માટે રજુ કરેલા સોગંદનામામાં પહેલા કરેલ લગ્નનો ઉલ્લેખ કર્યો ન હતો. જેથી ખોટું સોગંદનામું કરવા બદલ યુવક, યુવતી અને સોગંદનામું કરનાર વકિલ વિરૂદ્ધ ગુનો નોંધવા તપાસ શરુ કરવામાં આવી હતી.
ત્યારે બીજી તરફ કોન્સ્ટેબલ મહિપતસિંહ પ્રવિણસિંહે આ ગુનો ન નોંધવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. લાંચ બાબતે યુવક સાથે આનાકાની થતા 50 હજાર રૂપિયામાં ડીલ નક્કી થઇ હતી. યુવકે આ બાબતે એસીબીમાં ફરિયાદ આપતાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં યુવક લાંચના 50 હજાર રૂપિયાની લાંચ લઇને 1લી જુલાઇના રોજ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ મહિપતસિંહ પ્રવિણસિંહ પાસે ગયાં હતાં.
કોન્સ્ટેબલ મહિપતસિંહે લાંચના નાણા ત્યાં હાજર ખાનગી વ્યક્તિ રાહુલ રામજી રબારીને આપવા જણાવ્યું હતું. તેથી યુવકે નાણા વચેટિયા વ્યક્તિને આપતા જ એસીબીએ તેની તરત જ ધડપકડ કરી હતી. આ ટ્રેપ સમયે કોન્સ્ટેબલ મહિપતસિંહ અને રાહુલ બન્ને ભાગવામાં સફળ રહ્યા હતાં. એસીબીએ બન્નેની શોધખોળ શરુ કરી હતી. છેવટે રાહુલ રબારીને પકડી પાડવામાં એસીબી સફળ રહ્યા હતા. જ્યારે કોન્સ્ટેબલ હજુ ફરાર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.