સુરતમાં નાણાંની આપ-લેમાં જ્વેલરને ચપ્પુના ઘા ઝીંકી દોઢ કરોડના સોનાની લૂંટ- જુઓ LIVE વિડીયો

સુરત(Surat): ગત 5 માર્ચ ના રોજ સરથાણા વિસ્તારના યોગી ચોકમાં જ્વેલર્સની દુકાનનાં બે જૂથ રૂપિયા માટે લડ્યા હતા. બંને જૂથે એકબીજા પર હુમલો કર્યો હતો. એક…

સુરત(Surat): ગત 5 માર્ચ ના રોજ સરથાણા વિસ્તારના યોગી ચોકમાં જ્વેલર્સની દુકાનનાં બે જૂથ રૂપિયા માટે લડ્યા હતા. બંને જૂથે એકબીજા પર હુમલો કર્યો હતો. એક જૂથના ત્રણ ચપ્પુથી હુમલો કરી 1.5 કરોડ રૂપિયાની કિંમતનાં સોનાનાં ઘરેણાં લૂંટીને ભાગી છુટ્યા હતા. પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ પણ નોંધીને તપાસ હાથવીજ ધરી છે. હાલ આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીના દેવાળિયા ગામના રહેવાસી ચેતન સુખડિયા હાલમાં સ્વાતિ સોસાયટીમાં જ્વેલરીનો ધંધો કરે છે. યોગી ચોક નજીક આવેલ સાંઈ પેલેસ બિલ્ડિંગમાં જોલી સન્સ નામથી જ્વેલરીની દુકાન ચલાવે છે. આ ઉપરાંત, ભેસ્તાનમાં રિદ્ધિ-સિદ્ધિ એપાર્ટમેન્ટના નિવાસી વિક્રાંત જોષી હાલમાં ફાઈનાન્સનું કામ કરે છે.

યોગી ચોક નજીક આવેલ હીરા બાગના સારથિ કોમ્પ્લેક્સમાં વિક્રાંતની જય અંબે ગ્રુપ નામની ફાઈનાન્સની ઓફિસ છે. આઠેક મહિલા પહેલાં ચેતનને રૂપિયાની જરૂર હતી. તે વિક્રાંતને પહેલાંથી ઓળખતો, તેથી તેની હીરા બાગ પાસે આવેલી ઓફિસે જઈને 3100 ગ્રામ સોનાનાં ઘરેણાં ગીરવી મૂકીને તેમની પાસેથી 1.5 કરોડ રૂપિયા ગોલ્ડ લોન પેટે વ્યાજે લીધા હતા. એ સમયસર હપતા પણ ભરતો હતો. 1.5 કરોડ રૂપિયા આપવાના બાકી હતા.

ગઈકાલે સાંજના સમયે વિક્રાંત તેના મિત્રો સાથે ચેતનની યોગી ચોકમાં આવેલી જ્વેલરીની દુકાને ગયો હતો. એ સાથે ચેતને ગીરવી મૂકેલા સોનાનાં ઘરેણાં પણ લઈ ગયો હતો. ત્યાં ચેતન ઉપરાંત ત્રણ અજાણ્યા હતા. એ સમયે વિક્રાંત અને ચેતન વચ્ચે રૂપિયાને કારણે મારામારી થઈ હતી. ચેતન તરફથી અજાણ્યાઓએ વિક્રાંતને ચપ્પુ માર્યું હતું. કૃણાલ અને વિક્રાંતે ચેતનને માર માર્યો હતો. આ બાબતે ચેતને આરોપી વિક્રાંત, આલોક, કૃણાલ અને બીરજુ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં માર મારવાની ફરિયાદ આપી છે. તેની સામે વિક્રાંતે આરોપી ચેતન અને તેના ત્રણ અજાણ્યા સાગરીતો વિરુદ્ધ 3100 ગ્રામ સોનાનાં ઘરેણાં લૂંટીને નાસી જવાની ફરિયાદ આપી છે. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી છે.

રૂપિયાની જરૂર પડતાં ચેતને વિક્રાંત પાસેથી 1.5 કરોડ રૂપિયા લીધા હતા. ત્યાર બાદ વિક્રાંતને રૂપિયાની જરૂરત પડતાં તે ચેતનને છેલ્લા ઘણા સમયથી કહેતો હતો કે, તેના બાકી રૂપિયા આપી જાય અને સોનું છોડાવીને લઈ જાય. પરંતુ ચેતન પાસે રૂપિયાની વ્યવસ્થા ન હતી. તેથી તેણે કહ્યું, સોનું કોઈ બેંકમાં મૂકીને ગોલ્ડ લોન લઈને રૂપિયા આપી દેશે. આ માટે તેમની વાતચીત ચાલતી હતી. દરમિયાન આ ઘટના બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *