શગુનમાં પેટ્રોલ-ડીઝલ! લગ્નમાં મિત્રોએ એવું ગીફ્ટ આપ્યું કે, જોઇને ચોંકી ઉઠ્યા દુલ્હા-દુલ્હન

મોંઘવારી (Inflation)ના આ જમાનામાં વધતા જતા પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel)ના ભાવને ધ્યાનમાં રાખી એક નવપરિણીત યુગલ (Newlywed couple)ને તેમના મિત્રો દ્વારા શુકનમાં પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવ્યું…

મોંઘવારી (Inflation)ના આ જમાનામાં વધતા જતા પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel)ના ભાવને ધ્યાનમાં રાખી એક નવપરિણીત યુગલ (Newlywed couple)ને તેમના મિત્રો દ્વારા શુકનમાં પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, આ કિસ્સો તામિલનાડુ (Tamil Nadu)નો છે.

1-1 લીટર પેટ્રોલ-ડીઝલ મળ્યું:
તમિલનાડુના ચેયુરમાં ગ્રેસ કુમાર અને કીર્તનાના મિત્રોએ તેમને લગ્નની ભેટ તરીકે 1 લીટર પેટ્રોલ અને 1 લીટર ડીઝલ આપ્યું છે. મિત્રોની આ અનોખી ભેટ જોઈને પહેલા તો આ નવવિવાહિત યુગલ ચોંકી ઉઠ્યું. પાછળથી તેણે તેના મિત્રોની આ ચિંતાને રાજીખુશીથી સ્વીકારી. દુલ્હા-દુલ્હને સ્ટેજ પર પેટ્રોલ અને ડીઝલ લેતા મિત્રો સાથે ફોટા પણ પડાવ્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે:
22 માર્ચથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવ વધારાની અસર તમિલનાડુ પર પણ પડી છે. અહીં એક લીટર પેટ્રોલની કિંમત 110.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.94 રૂપિયા પ્રતિ લીટર સુધી મળી રહ્યું છે. છેલ્લા 17 દિવસમાં દેશભરમાં પેટ્રોલ 10 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. આ ભાવ વધારાથી સામાન્ય માણસના ખિસ્સાની હાલત દયનીય બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *