તમામ હદો પાર કરી 121 રૂપિયાને પાર થયું પેટ્રોલ- જાણો તમારે ત્યાં કેટલા છે ભાવ

પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ના ભાવનો ધમધમાટ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શનિવારે સતત ચોથા દિવસે ઇંધણના ભાવમાં વધારો(Petrol-diesel price hike) કરવામાં આવ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ…

પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ના ભાવનો ધમધમાટ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શનિવારે સતત ચોથા દિવસે ઇંધણના ભાવમાં વધારો(Petrol-diesel price hike) કરવામાં આવ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ (IOC, HPCL અને BPCL) એ શનિવારે પેટ્રોલ 35 પૈસા પ્રતિ લિટર મોંઘું કર્યું છે. આ સાથે જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 108.99 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તે જ સમયે ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં શનિવારે 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ વધારા બાદ દિલ્હીમાં એક લિટર ડીઝલની કિંમત 97.72 રૂપિયા થઈ ગઈ છે.

પરંતુ દિલ્હીની બહારના અન્ય શહેરોમાં સ્થિતિ વધુ ખરાબ છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર વેચાઈ રહ્યું છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 121.25 રૂપિયા અને ડીઝલ 112.15 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ સિવાય મધ્યપ્રદેશના લગભગ તમામ જિલ્લાઓમાં પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે. છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લામાં પેટ્રોલના દરે નવો રેકોર્ડ બનાવ્યો છે. બાલાઘાટમાં 1 લીટર પેટ્રોલની કિંમત 120.06 રૂપિયા છે. જ્યારે ડીઝલ 109.32 રૂપિયા પ્રતિ લીટર છે.

અન્ય શહેરોમાં ભાવ શું છે
દેશના અન્ય મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલ 114.81 રૂપિયા અને ડીઝલ 105.86 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલ 105.74 રૂપિયા અને ડીઝલ 101.92 રૂપિયા પ્રતિ લીટર અને કોલકાતામાં 109.46 રૂપિયા અને ડીઝલ 100.84 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મધ્યપ્રદેશ સહિત ઘણી જગ્યાએ ડીઝલ 100 રૂપિયા પ્રતિ લીટરથી વધુ વેચાઈ રહ્યું છે.

આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે:
જણાવી દઈએ કે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *