આમ આદમીના ખિસ્સા થશે ખાલી, આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ધરખમ વધારો- જાણો આજનો નવો ભાવ

પેટ્રોલ અને ડીઝલ(Petrol and diesel)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-diesel price hike)માં 35 પૈસાનો વધારો થયો છે. હવે રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ 109.34 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 98.07 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અનુક્રમે 115.15 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 106.23 રૂપિયા પ્રતિ લિટર છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પેટ્રોલની કિંમત 109.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લીટર છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં પેટ્રોલ 106.04 રૂપિયા અને ડીઝલ 102.25 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.

જોવા જઈએ તો દિલ્હીમાં પેટ્રોલની કિંમત 109.34 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 115.15 રૂપિયા અને ડીઝલની કિંમત 106.23 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 109.79 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પણ પેટ્રોલ 106.04 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 102.25 રૂપિયા પ્રતિ લિટર છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *