ઉત્તરાખંડમાં સર્જાયો મોટો માર્ગ અકસ્માત, વાન ખીણમાં ખાબકતા એક જ ગામના 14 લોકોના થયા કરુણ મોત

ઉત્તરાખંડ(Uttarakhand)ના વિકાસનગર(Vikasnagar)માં એક મોટો માર્ગ અકસ્માત(Road accident) થયો છે. એક વાહન કાબુ બહાર જઈને ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં એક જ ગામના 14 લોકોના મોત(14…

ઉત્તરાખંડ(Uttarakhand)ના વિકાસનગર(Vikasnagar)માં એક મોટો માર્ગ અકસ્માત(Road accident) થયો છે. એક વાહન કાબુ બહાર જઈને ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં એક જ ગામના 14 લોકોના મોત(14 deaths) થયા હતા. આ સિવાય આ અકસ્માતમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

અકસ્માત બાદ ચકરાતા એસડીએમ, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ખીણમાંથી લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તમામ મૃતકો એક જ ગામના રહેવાસી હતા. બીજી તરફ માર્ગ અકસ્માતની માહિતી મળ્યા બાદ વિપક્ષના નેતા પ્રીતમ સિંહ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગયા છે.

ચકરાતા તહસીલના ભરમ ખાટના બાયલા ગામથી વિકાસનગર તરફ જતી યુટિલિટી રવિવારે સવારે PMGSYના બાયલા-પિંગુવા રોડ પર ગામથી લગભગ 300 મીટર આગળ ચાલ્યા પછી ખીણમાં પડી ગઈ હતી. માર્ગ અકસ્માતમાં યુટિલિટી પર સવાર 14 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાની માહિતી મળી છે. કાર ખીણમાં પડી જતાં ચીસો પડી હતી. ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

માહિતી મળતાની સાથે જ પોલીસ-પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. દુર્ઘટના સ્થળ અત્યંત દૂરના વિસ્તારમાં હોવાથી રાહત અને બચાવ કાર્યમાં સમય લાગી રહ્યો છે. ઘટનાની માહિતી મળતા રેવન્યુ અને પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી. એસડીએમ ચકરાતા સૌરભ અસવાલે જણાવ્યું કે ચકરાતા અને તુની તહસીલમાંથી રેવન્યુ ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *