જાહેર થઇ ઇંધણની નવી કિંમતો- અહીં ક્લિક કરી જાણો તમારા શહેરમાં શું છે કિંમત?

ગુરુવાર, 21 જાન્યુઆરી 2022 ના રોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol and diesel prices)માં કોઈ ફેરફાર થયો નથી. આ સતત 76મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં કાચા તેલની કિંમત 2 ટકાથી વધુ સસ્તી થઈ ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત(The price of Brent crude oil)માં બે ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે કિંમત ઘટીને $86.62 પ્રતિ બેરલ થઈ ગઈ છે. બે દિવસથી બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું હતું. જ્યારે સ્થાનિક બજારમાં કાચા તેલની કિંમત 8 વર્ષની ટોચે પહોંચી ગઈ હતી. તમને એ પણ જણાવી દઈએ કે આજે દેશના ચાર મહાનગરો (Metropolises) સિવાય અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

દિલ્હીમાં વેટમાં ઘટાડો કરવામાં આવ્યો:
દિલ્હીમાં, ઇંધણ બાકીના મહાનગરો કરતાં પ્રમાણમાં સસ્તું છે કારણ કે રાજ્ય સરકારે અગાઉ પેટ્રોલ પર મૂલ્ય વર્ધિત કર ઘટાડવાનો નિર્ણય લીધો હતો, શહેરમાં ઇંધણના ભાવમાં લગભગ રૂ. 8 પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પેટ્રોલ પરનો વેટ વર્તમાન 30 ટકાથી ઘટાડીને 19.4 ટકા કરવામાં આવશે, જેના પરિણામે લગભગ રૂ. 8 પ્રતિ લિટરનો ઘટાડો થશે. સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે વેટ ઘટાડા પછી પેટ્રોલની કિંમત હાલના રૂ. 103 પ્રતિ લિટરથી ઘટીને રૂ. 95 થઈ જશે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત: 

કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ આ નિર્ણય લેવામાં આવ્યો હતો:
અગાઉ, દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઉત્તર પ્રદેશ અને હરિયાણાના એનસીઆર શહેરો કરતાં વધુ હતી, જ્યાં રાજ્ય સરકારોએ ઇંધણની કિંમતો પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડ્યા પછી વેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. દિવાળીની પૂર્વસંધ્યાએ, કેન્દ્રએ ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, જેના પરિણામે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો. સરકારે પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણય બાદ, કેટલાક રાજ્યો, મોટાભાગે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને સહયોગીઓએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટમાં ઘટાડો કર્યો છે.

દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા છે. ગુરુવારે ડીઝલની કિંમત 91.43 રૂપિયા પ્રતિ લીટર હતી. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 101.56 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ભોપાલમાં પેટ્રોલ 107.23 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ખરીદી શકાય છે, જેમાં 6.27 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલની કિંમત 90.87 રૂપિયા પ્રતિ લીટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *