ઓઈલ માર્કેટિંગ કંપની(Oil marketing company)એ પેટ્રોલ અને ડીઝલ(Petrol and diesel)ના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. રાષ્ટ્રીય બજારમાં આજે એટલે કે 23 જાન્યુઆરી 2022ના રોજ વાહન ઈંધણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol and diesel prices)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ અઢી મહિનાથી સ્થિર છે.
તમને જણાવી દઈએ કે 3 નવેમ્બર 2021ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં અનુક્રમે 5 રૂપિયા અને 10 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ વિવિધ રાજ્યોએ પણ પેટ્રોલ પર વેટમાં ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ રાષ્ટ્રીય સ્તરે વાહન ઈંધણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) અનુસાર, 23 જાન્યુઆરીએ દેશની રાજધાની દિલ્હીમાં ઈન્ડિયન ઓઈલના પંપ પર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે. તેમજ ડીઝલની કિંમત પણ 86.67 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે.
ચાર મુખ્ય મહાનગરો વિશે વાત કરીએ તો દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઈંધણના ભાવ સૌથી વધુ છે. મુંબઈમાં પેટ્રોલ 110 રૂપિયાની આસપાસ છે જ્યારે ડીઝલ 94 રૂપિયા પ્રતિ લિટરથી વધુ છે. જણાવી દઈએ કે ઓઈલ પર વેટ અને ફ્રેઈટ રેટના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે. મેટ્રોની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તું છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત:
ઝારખંડમાં 26 જાન્યુઆરીથી પેટ્રોલ સસ્તું થશે. ઝારખંડના સીએમ હેમંત સોરેને નવા વર્ષમાં પેટ્રોલ પર ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરીને લોકોને મોટી ભેટ આપી છે. હેમંત સોરેને 26 જાન્યુઆરી 2022 થી ચોક્કસ મર્યાદા સુધી રેશનકાર્ડ ધારકો માટે પેટ્રોલ પર 25 રૂપિયા પ્રતિ લિટર ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ :
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.