દેશના મેટ્રો શહેરો ઉપરાંત ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવમાં ચાર મહિનાથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજાર(International market)માં કાચા તેલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો છે. જયારે બાદ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 113 ડોલર અને WTI પ્રતિ બેરલ 111 ડોલરને પાર કરી ગઈ છે. તેમજ ભારતમાં કાચા તેલની કિંમત લાઇફ ટાઇમ હાઈ પર પહોંચી ગઈ છે. તમને એ પણ જણાવી દઈએ કે આજે દેશના ચાર મહાનગરો ઉપરાંત અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના પેટ્રોલ ડીઝલના ભાવ:
અમદાવાદમાં પેટ્રોલની કિંમત 95.20 રૂપિયા અને ડીઝલની કિંમત 89.18 રૂપિયા છે. અમરેલીમાં પેટ્રોલની કિંમત 96.71 રૂપિયા અને ડીઝલની કિંમત 90.72 રૂપિયા છે. આણંદમાં પેટ્રોલની કિંમત 95.01 રૂપિયા અને ડીઝલની કિંમત 89.00 રૂપિયા છે. ભરૂચમાં પેટ્રોલની કિંમત 95.85 રૂપિયા અને ડીઝલની કિંમત 89.84 રૂપિયા છે. ભાવનગરમાં પેટ્રોલની કિંમત 97.26 રૂપિયા અને ડીઝલની કિંમત 91.25 રૂપિયા છે. બોટાદમાં પેટ્રોલની કિંમત 96.17 રૂપિયા અને ડીઝલની કિંમત 90.16 રૂપિયા છે.
ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 95.36 રૂપિયા અને ડીઝલની કિંમત 89.34 રૂપિયા છે. જુનાગઢમાં પેટ્રોલની કિંમત 96.53 રૂપિયા અને ડીઝલની કિંમત 90.54 રૂપિયા છે. નવસારીમાં પેટ્રોલની કિંમત 95.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.85 રૂપિયા છે. પાટણમાં પેટ્રોલની કિંમત 94.92 રૂપિયા અને ડીઝલની કિંમત 88.93 રૂપિયા છે. તેમજ સુરતમાં પેટ્રોલની કિંમત 95.04 રૂપિયા અને ડીઝલની કિંમત 89.04 રૂપિયા નોંધાયા છે.
આ રાજ્યોના દરમાં ભાવમાં ઘટાડો:
પંજાબ અને રાજસ્થાને પણ પેટ્રોલના ભાવમાં સૌથી મોટો ઘટાડો જાહેર કર્યો છે. રાજ્યની માલિકીની ઇંધણ રિટેલરો દ્વારા શેર કરાયેલ કિંમત સૂચિ અનુસાર, એક્સાઇઝ ડ્યુટી અને વેટ ઘટાડાનાં સંયુક્ત પ્રભાવને પરિણામે પંજાબમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 16.02 અને ડીઝલના ભાવમાં રૂ. 19.61 પ્રતિ લિટરનો ઘટાડો થયો હતો. રાજ્યમાં, પેટ્રોલ પરના વેટમાં રૂ. 11.02 જ્યારે ડીઝલ પર રૂ. 6.77નો ઘટાડો કરવામાં આવ્યો હતો. ડીઝલના ભાવમાં સૌથી મોટો ઘટાડો લદ્દાખમાં જોવા મળ્યો હતો કારણ કે દર લીટર દીઠ રૂ. 9.52નો ઘટાડો થયો હતો. આ એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર વેટમાં રૂ. 10નો ઘટાડો થવાને કારણે છે.
દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ:
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ખરીદી શકાય છે. ચેન્નાઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા છે. ગુરુવારે એક લિટર ડીઝલની કિંમત 91.43 રૂપિયા પ્રતિ લિટર હતી. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 101.56 રૂપિયા પ્રતિ લીટર છે. ભોપાલમાં પેટ્રોલ 107.23 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ખરીદી શકાય છે, જેમાં 6.27 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, ડીઝલની કિંમત 90.87 રૂપિયા પ્રતિ લીટર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.