એક જ દિવસમાં બે મોટા ઝટકા, LPG સિલિન્ડર બાદ હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ભડકો- જાણો આજનો નવો ભાવ

દેશમાં પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ની કિંમતો સતત આસમાને પહોંચી રહી છે. ઈંધણના ભાવ દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel price hike)ની કિંમતો દરરોજ તેમની નવી રેકોર્ડ…

દેશમાં પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ની કિંમતો સતત આસમાને પહોંચી રહી છે. ઈંધણના ભાવ દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel price hike)ની કિંમતો દરરોજ તેમની નવી રેકોર્ડ ઊંચાઈને સ્પર્શી રહી છે. ઓક્ટોબર મહિનામાં જ પેટ્રોલ 7 રૂપિયા અને ડીઝલ લગભગ 8 રૂપિયા મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ(Oil marketing companies)એ ઓક્ટોબરમાં લગભગ 24-25 દિવસ સુધી ઇંધણની કિંમતોમાં વધારો કર્યો છે. સોમવારે એટલે કે 1 નવેમ્બર 2021ના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે. આ સતત છઠ્ઠો દિવસ છે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો થયો છે. 1 ઓક્ટોબરથી પેટ્રોલના ભાવમાં 7.80 રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલ 8 રૂપિયા મોંઘુ થયું છે.

રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 109 રૂપિયાથી વધુ છે, તો મુંબઈમાં તેની કિંમત 115 રૂપિયાથી વધુ છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના જિલ્લાઓમાં તેલની કિંમતો હદ વટાવી ગઈ છે. બાલાઘાટ, અનુપપુર, શ્રીગંગાનગર જેવા જિલ્લાઓમાં પેટ્રોલ 120 રૂપિયા પ્રતિ લિટરથી વધુ વેચાઈ રહ્યું છે. દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *