નથી થંભી રહી પેટ્રોલ અને ડીઝલની કિંમત, આજે ફરી ઝીંકવામાં આવ્યો વધારો- જાણો આજનો ભાવ

દેશમાં પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ની કિંમતોએ લગભગ દરરોજ ઝટકો આપવાનું શરૂ કરી દીધું છે. આજે ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ ભાવવધારો(Fuel Price Hike) ઝીંકવામાં આવ્યો છે. કાચા તેલની વધતી કિંમતો વચ્ચે આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ(Oil marketing companies)એ સ્થાનિક બજારમાં તેલના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલ 24 થી 25 પૈસા મોંઘુ થયું છે, જ્યારે ડીઝલ 30 થી 32 પૈસા મોંઘુ થયું છે. અત્યારે ક્રૂડ ઓઇલ તેની ત્રણ વર્ષની ટોચે ચાલી રહ્યું છે, જેના કારણે સ્થાનિક બજારમાં તેલના ભાવ વધવા લાગ્યા છે. જોકે બુધવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઈલ(Crude oil) 0.57 ટકા ઘટીને 77.90 ડોલર પ્રતિ બેરલ થયું હતું.

છેલ્લા એક સપ્તાહમાં ડીઝલના ભાવમાં પાંચ દિવસ વધારો કરવામાં આવ્યો છે, જ્યારે પેટ્રોલ બે દિવસ મોંઘુ થયું છે. આ સપ્તાહના વધારા બાદ ડીઝલ લગભગ દોઢ રૂપિયા મોંઘુ થયું છે, જ્યારે પેટ્રોલ 40 થી 45 પૈસા મોંઘુ થયું છે.

જાણો આજનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ:
દિલ્હીમાં પેટ્રોલ – રૂપિયા 101.64 પ્રતિ લિટર જયારે ડીઝલ રૂપિયા 89.87 પ્રતિ લિટર, મુંબઈમાં પેટ્રોલ – રૂપિયા 107.71 પ્રતિ લિટર જયારે ડીઝલ રૂપિયા 97.52 પ્રતિ લિટર, કોલકાતામાં પેટ્રોલ – રૂપિયા 102.17 પ્રતિ લિટર જયારે ડીઝલ – રૂપિયા 92.97 પ્રતિ લિટર, ચેન્નઈમાં પેટ્રોલ – રૂપિયા 99.36 પ્રતિ લિટર જયારે ડીઝલ – રૂપિયા ₹ 94.45 પ્રતિ લિટર થયો છે.

બેંગલુરુમાં પેટ્રોલ – રૂપિયા 105.18 પ્રતિ લિટર જયારે ડીઝલ રૂપિયા 95.38 પ્રતિ લિટર, ભોપાલમાં પેટ્રોલ – રૂપિયા 110.11 પ્રતિ લિટર જયારે ડીઝલ રૂપિયા 98.77 પ્રતિ લિટર, લખનઉમાં પેટ્રોલ – રૂપિયા 98.75 રૂપિયા પ્રતિ લીટર જયારે ડીઝલ રૂપિયા 90.29 પ્રતિ લીટર, પટનામાં પેટ્રોલ – રૂપિયા 104.34 પ્રતિ લિટર જયારે ડીઝલ રૂપિયા 96.05 પ્રતિ લિટર, ચંડીગઢમાં પેટ્રોલ – રૂપિયા97.85 પ્રતિ લિટર જયારે ડીઝલ રૂપિયા 89.61 પ્રતિ લીટર થયો છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *