ભડકે બળતા ઈંધણના ભાવોથી જનતા ત્રાહિમામ પોકારી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી થયો વધારો- જાણો આજનો ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol diesel price)માં વધારો સતત ચાલુ છે.જેને લીધે સામાન્ય જનતાને મોટો ફટકો પડી રહ્યો છે અને સતત મોંઘવારી સામે લડવું પડી રહ્યું છે. સરકારી ઓઈલ કંપનીઓએ આજે ​​10 ઓક્ટોબર રવિવારે ફરી પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol-Diesel price Today)માં વધારો કર્યો છે. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત(Petrol price)માં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ડીઝલની કિંમત(Diesel price)માં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

IOCL ની વેબસાઇટ અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 104.14 રૂપિયા અને ડીઝલ 92.82 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. તે જ સમયે, મુંબઈમાં આજે ડીઝલ 100 રૂપિયાને પાર કરી ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 110.12 રૂપિયા અને ડીઝલની કિંમત 100.66 રૂપિયા પ્રતિ લિટર છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યાં પહોંચ્યા?
ઇન્ડિયન ઓઇલ (IOC) ની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 104.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.82 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં આજે પેટ્રોલ 110.12 રૂપિયા અને ડીઝલ 100.66 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં આજે પેટ્રોલ 104.80 રૂપિયા અને ડીઝલ 95.93 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ 101.53 રૂપિયા અને ડીઝલ 97.26 રૂપિયા પ્રતિ લીટર છે.

બેંગલુરુમાં આજે પેટ્રોલ 107.77 રૂપિયા અને ડીઝલ 93.02 રૂપિયા પ્રતિ લીટર છે. લખનઉમાં આજે પેટ્રોલ 101.18 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર છે. પટનામાં આજે પેટ્રોલ 107.29 રૂપિયા અને ડીઝલ 99.36 રૂપિયા પ્રતિ લીટર છે. જયપુરમાં આજે પેટ્રોલ 111.23 રૂપિયા અને ડીઝલ 102.31 રૂપિયા પ્રતિ લીટર છે. ગુરુગ્રામમાં આજે પેટ્રોલ 101.82 રૂપિયા અને ડીઝલ 93.56 રૂપિયા પ્રતિ લીટર છે. હૈદરાબાદમાં આજે પેટ્રોલ 108.33 રૂપિયા અને ડીઝલ 101.27 રૂપિયા પ્રતિ લિટર છે. રાંચીમાં આજે પેટ્રોલ 98.66 રૂપિયા અને ડીઝલ 97.98 રૂપિયા પ્રતિ લીટર છે. દહેરાદૂનમાં આજે પેટ્રોલ 100.29 રૂપિયા અને ડીઝલ 93.67 રૂપિયા પ્રતિ લિટર છે અને શિમલામાં આજે પેટ્રોલ 101.58 રૂપિયા અને ડીઝલ 92.02 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે છે.

આ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર:
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે. તમને જણાવી દઈએ કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા કર અને પરિવહન ખર્ચને કારણે બદલાય છે.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *