મોંઘવારી (Inflation) નો માર કરોડો લોકોને પડી રહ્યો છે ત્યારે પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ના ભાવમાં ફરીવાર ભડકો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ફરીથી પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો જયારે ડીઝલના ભાવમાં 37 પૈસાનો તોતિંગ ભાવ વધારો જોવ મળ્યો છે. જેને લીધે વાહન ચાલકો ચિંતામાં મુકાઈ ગયા છે. રાજ્યમાં મોંઘવારીએ માજા મુકી છે ત્યારે ઈંધણના સતત વધતા જતા ભાવોને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે.
રાજ્યના મોટા શહેરોમાં વધ્યો ઈંધણના ભાવ:
અમદાવાદ પછી અન્ય શહેરમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચુ ગયો છે. રાજ્યના વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર જેવા મહાનગરોમાં પણ ભાવવધારો જોવા મળ્યો છે, તો હવે બનાસકાંઠામાં પણ પેટ્રોલના ભાવ 101.11 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે.
જ્યારે ડીઝલ 100.25 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ બન્યું છે. વડોદરામાં આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો જ્યારે ડીઝલના ભાવમાં 37 પૈસાનો વધારો ઝીંકાયો છે. આની સાથે જ પેટ્રોલ 110.90 રુપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે, તો ડીઝલ 100.11 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું છે. રાજકોટમાં પેટ્રોલ 100.95 રૂપિયા, ડીઝલ 100.19 રૂપિયા તથા બનાસકાંઠામાં પેટ્રોલ 101.40 રૂપિયા, ડીઝલ 100.63 રૂપિયા મોંઘુ બન્યું છે.
વડોદરામાં PNG ભાવમાં 2.11 રૂપિયાનો વધારો:
વડોદરામાં CNG ગેસ પછી PNGના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ગેસ કંપનીઓએ પ્રતિ યુનિટે 2.11 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે પછી હવે નાગરિકોને PNG ગેસ માટે પ્રતિ યુનિટ 27.50 ની જગ્યાએ હવે 29.61 રૂપિયા ચુકવવા પડશે. આ ભાવ વધારાને લીધે શહેરીજનોને ચિંતામાં મુકાયા છે જયારે ગેસ લિમિટેડે કંપનીએ PNG ગેસમાં ભાવ વધારો થતા વડોદરામાં 1.86 લાખ ગ્રાહકોને સીધી અસર પહોંચશે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો:
મહત્વની વાત તો એ છે કે, છેલ્લા 6 દિવસથી ઈંધણના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે, સરકારી ઓઈલ કંપનીઓના ભાવ વધારાને લીધે શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે. જેની અસર ભારતીય બજાર પર પડી છે.
આ રીતે જાણી શકાશે પેટ્રોલ ડીઝલના ભાવ:
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ વધ-ઘટ જોવા મળી રહી છે બાદમાં નવા ભાવ સવારનાં 6 વાગ્યે બહાર પાડવામાં આવતા હોય છે. જયારે ઘરે બેઠા SMS મારફતે પાસેના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો.
ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા પછી પેટ્રોલ-ડીઝલની નવીનતમ કિંમત મોકલી દેવામાં આવશે. આ જ રીતે BPCL ગ્રાહકો તેમના મોબાઇલ પરથી RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે.
જયારે HPCL ના ગ્રાહકો HPPrice તેમજ 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ચુક્યા છે ત્યારે આ શહેરોની સંખ્યામાં સતત વધી રહી છે કે, જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધારે કિંમતે વેચાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.