વૈશ્વિક ફાર્મા મેજર ફાઇઝર (pfizer) કંપનીના અધ્યક્ષ અને સીઈઓ આલ્બર્ટ બોરલાએ સોમવારે જણાવ્યું હતું કે, તેઓ તેની યુ.એસ., યુરોપ અને એશિયાના ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરોમાંથી મિલિયન ડોલર 510 કરોડથી વધુની દવાઓ ભારત મોકલી રહ્યું છે, જે ભારતના કોવિડ -19 ટ્રીટમેન્ટ પ્રોટોકોલના ભાગ રૂપે ઓળખાય છે.
તેમણે કહ્યું કે, “અમે ભારતની ગંભીર COVID-19 પરિસ્થિતિથી ચિંતિત છીએ. તેમણે ફાઇઝર ઈન્ડિયાના કર્મચારીઓને મોકલેલા મેલમાં જણાવ્યું હતું અને તેમણે તેમની લીંકડઇન પોસ્ટમાં શેર કરી છે. બોરલાએ જણાવ્યું હતું કે, “અમે આ રોગ સામે ભારતની લડતમાં ભાગીદાર બનવા કટિબદ્ધ છીએ અને ઝડપથી અમારી કંપનીના ઇતિહાસમાં સૌથી મોટા માનવતાવાદી રાહત સામગ્રી આપીને અમારા પ્રયત્નોને સંગઠિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.”
હાલ યુ.એસ., યુરોપ અને એશિયામાં વિતરણ કેન્દ્રો પર ફાઇઝરના સાથીઓ ખુબ કામ કરી રહ્યા છે. જે ભારત સરકારે તેના કોવિડ -19 ટ્રીટમેન્ટ પ્રોટોકોલના ભાગ રૂપે ઓળખાવી છે તે ફાઇઝરની દવાઓ મોકલવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે, “અમે આ દવાઓ દાન આપી રહ્યા છીએ તેની ખાતરી કરવા માટે કે દેશભરની દરેક સાર્વજનિક હોસ્પિટલમાં દરેક COVID-19 દર્દીને મફતમાં જરૂરી ફાઇઝર દવાઓ મળી શકે. વધુમાં જણાવ્યું કે, “70 મિલિયન ડોલરથી વધુની કિંમતની આ દવાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ “અમે સરકાર અને અમારી એનજીઓના ભાગીદારો સાથે મળીને કામ કરીશું જેથી જ્યાં દવાની ખૂબ જ જરૂર હોય ત્યાં તાત્કાલિક પહોંચી જાય.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.