Burj Khalifa Lit Up Tri color and PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સનો પ્રવાસ પૂરો કરીને UAE પહોંચી ગયા છે, પીએમ અબુ ધાબી એરપોર્ટ પર ઉતર્યા. અબુ ધાબી એરપોર્ટ પર ક્રાઉન પ્રિન્સ એચએચ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ મોદીના સ્વાગત માટે દુબઈમાં બનેલી દુનિયાની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર ભારતીય તિરંગા સાથે PM મોદીની (Burj Khalifa PM Modi) તસવીર દેખાડવામાં આવી હતી. તેમને આવકારવા માટે પ્રકાશમાં લખવામાં આવ્યું હતું – માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે.
તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ પર સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે બેઠક કરશે. શેડ્યૂલ અનુસાર બપોરે લગભગ 2:10 વાગ્યે પીએમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. આ પછી પ્રતિનિધિમંડળની વાતચીત થશે. ત્યારબાદ બપોરે 3.20 કલાકે લંચ થશે. આ પછી તેઓ સાંજે 4.45 કલાકે દિલ્હી જવા રવાના થશે. મળતી માહિતી મુજબ પીએમ બન્યા બાદ તેમની આ 5મી UAE મુલાકાત છે. ઓગસ્ટ 2015 માં તેમણે સંયુક્ત આરબ અમીરાતની પ્રથમ મુલાકાત લીધી હતી. 34 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ UAE મુલાકાત હતી.
ભારત અને UAE વચ્ચે ઉર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રો પર ચર્ચા થઈ શકે છે. PM મોદીએ ભારત છોડતા પહેલા કહ્યું હતું- હું મારા મિત્ર, સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળવા માટે ઉત્સુક છું. આપણા બંને દેશો વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને મજબૂત લોકો-થી-લોકો સંબંધો જેવા ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં જોડાયેલા છે.
ગયા વર્ષે પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અને હું અમારી ભાગીદારીના ભાવિ પરના રોડમેપ પર સંમત થયા હતા. અમારા સંબંધોને કેવી રીતે વધુ ગાઢ બનાવી શકાય તેની સાથે ચર્ચા કરવા માટે હું આતુર છું. મને વિશ્વાસ છે કે UAEની મારી મુલાકાત અમારી વ્યાપક વ્યૂહાત્મક યોજનામાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube