જુઓ કેવીરીતે ગણતરીની સેકન્ડોમાં બુકાનીધારીએ પેટ્રોલપંપ પર મચાવી લાખોની લૂંટ- CCTV નું ડીવીઆર પણ ચોરી ગયા 

Robbery in Valsad petrol pump: વલસાડ જિલ્લામાં કપરાડાના દીક્ષલ ગામે પેટ્રોલ પંપ પર લૂંટ ની એક ઘટના સામે આવી છે. જેમાં 10 થી 15 જેટલા બુકાની ધારી લૂંટારુઓએ હથિયાર બતાવી કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા અને 7 લાખથી વધુની રકમ લુંટી ફરાર થઇ ગયા. મોડી રાત્રે બનેલા આ બનાવમાં લૂંટારુંઓએ પેટ્રોલ પંપની ઓફિસમાં તોડફોડ કરી સીસીટીવી નું ડીવીઆર પણ લઈ ગયા હતા.

વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પોહચી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીહતી. આ સાથે જ કપરાડા અને મહારાષ્ટ્ર બોર્ડરના ગામોમાં અલગ અલગ ટિમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાત રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડામાં એક લૂંટારૂ ટોળકીએ પેટ્રોલ પંપને પોતાનો નિશાન બનાવીને લૂંટ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

7 લાખવાપી નાસિક હાઈવે પર આવેલા એક પેટ્રોલ પંપને લૂંટારૂ ટોળકીએ પોતાનો નિશાન બનાવી લૂંટારુઓએ 7 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ અને સીસીટીવીનું ડીવીઆર લઈને ફરાર થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે મળેલી માહિતી અનુસાર વલસાડના કપરાડા તાલુકાના છેવાડે આવેલા દીક્ષલ ગામની પાસે હાઇવે પર આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના તેજસ પેટ્રોલ પંપ પર તારીખ 15-07-2023 એટલે કે ગઈકાલે મોડી રાત્રે લૂંટારાઓની ટોળકી ત્રાટકી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર લૂંટારુઓ ઇકો ગાડીમાં આવ્યા હતા, દસ જેટલા લૂંટારુઓએ પેટ્રોલ પંપ પર પહોંચી હાજર સિક્યુરિટી ગાર્ડ અને કર્મચારીઓને છરા અને દાંતરડા જેવા તીક્ષણ હથિયારો બતાવ્યા હતા અને ત્યાર બાદ બંધક બનાવ્યા હતા. લૂંટારુઓએ બંધક બનાવ્યા બાદ ઓફિસમાં લગાવેલા સીસીટીવી અને ટીવીની તોડફોડ કરીને પેટ્રોલ પંપના કબાટ અને લોકર તોડીને લૂંટ ચલાવી હતી. અંદાજે સાત લાખથી વધુના રોકડ રકમ, સીસીટીવીનું ડીવીઆર અને કર્મચારીના મોબાઈલ પણ લઈ અને ફરાર થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *