1500 કિમી દુરથી ફોન આવ્યો અને સુરત પોલીસે મધરાતે આપઘાત કરતી યુવતીને બચાવી

Surat Police rescue a girl : સુરતમાં હાલ આપઘાત કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ સુરતમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી હોસ્ટેલ મોડી રાત્રે આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ફિઝિયોથેરાપીના પ્રથમ વર્ષમાં (Surat Civil Hospital News) અભ્યાસ કરતી વિદ્યાર્થિની એ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ આપઘાત કરે તે પહેલા જ ખટોદરા પોલીસે તે છોકરીને બચાવી લીધી હતી.

મળતી માહિતી અનુસાર, તે છોકરીએ પોતાના વોટ્સએપના સ્ટેટસમાં ગળામાં દોરડું લટકાવી પંખા સાથે બાંધી ફાંસી ખાતી હોય તેવી સેલ્ફી મૂકી હતી. તે પછી તેના ગ્રૂપ સર્કલમાં આ સ્ટેટ્સ જોતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે દોડી આવીને વિદ્યાર્થિનીને બચાવી લીધી હતી.

મોડી રાત્રે ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં પોલીસની દોડાદોડી

મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ સિવિલ કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી હોસ્ટેલમાં પોલીસની દોડાદોડી જોઈ બીજી વિદ્યાર્થિનીઓ અને સ્ટાફ પણ ચોંકી ગયા હતા. હોસ્ટેલની રૂમમાં એક વિદ્યાર્થિની આપઘાત કર્યું હોવાનું સાંભળી અહીંના કર્મચારીઓના પણ હોશ ઊડી ગયા હતા.

દેહરાદૂનમાં રહેતા મિત્રએ સ્ટેટસ જોઈ કોલ કર્યો

અંકલેશ્વરની રહેવાસી અને સિવિલ સ્થિત ફિઝિયોથેરાપી કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષની વિદ્યાર્થિનીએ તેના વ્હોટ્સએપ સ્ટેટસમાં પંખા સાથે દોરડું બાંધેલો’ ફોટો મૂક્યો હતો. ગણતરીના બે-ત્રણ જણાને દેખાય એ રીતે તેણે એ સ્ટેટસમાં સેટિંગ કર્યું હતું. તે દરમિયાન દેહરાદૂનમાં રહેતા મિત્રએ સ્ટેટસ જોઇ તેને ફોન પણ કર્યો હતો.

Surat Police માં જાણ કરતાં ટીમ દોડી ગઈ

વિદ્યાર્થિનીની સાથેની વાતચીત બાદ તેણીએ આપઘાત કરવાનો નિર્ણય કર્યો હોવાનું અંદાજો આવી ગયો હતો. જેથી મિત્રએ જરા પણ વિલંબ કર્યા વિના કોલ કટ થતાની સાથે સુરત શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં આ મામલે જાણ કરી હતી. આ અંગેની જાણ થતાં જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને એક ટીમને ત્યાં મોકલી આપી હતી.

રૂમ પર જઈ દરવાજે ઊભા રહી પોલીસે કાઉન્સેલિંગ કર્યું

કંટ્રોલ રૂમમાંથી વર્દી મળતા નાઈટ પેટ્રોલિંગની ગાડીમાં એએસઆઈ સુશીલાબેન, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મનિષાબેનને ફિઝિયોથેરાપી હોસ્ટેલે પોહચી ગયા હતા. વિદ્યાર્થિનીની રૂમ પર જઈ દરવાજે ઊભા રહી પોલીસ ટીમે તેણીનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેણીની સાથે વાતો પરથી પરીક્ષાને લઈ તણાવમાં હોવાનું જણાઈ આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પેપર ખરાબ જતાં ડિપ્રેશનમાં આવી ગઈ હતી

પીઆઇ આર.કે. ધુળિયાએ જણાવ્યું છે કે, હાલ વિદ્યાર્થિનીની પરીક્ષા ચાલી રહી છે. પેપર ખરાબ ગયા હોવાથી તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. જેને લીધે આપઘાત કરવા વિચારી રહી હતી. જો કે, પોલીસએ સમજાવ્યા પછી તેણીએ દરવાજા ખોલતા રાહત અનુભવી હતી. વિદ્યાર્થિનીનાં માતા-પિતાને જાણ કરતા તેઓ પણ હોસ્ટેલ દોડી આવ્યાં હતાં. ત્યારપછી માતા-પિતા દીકરીને લઈને અંકલેશ્વર જતાં રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *