ગુજરાત: વડોદરા (Vadodara) પાસેના વાઘોડિયા (Vaghodia) તાલુકામાં આવેલ આમોદર (Amodar) નજીક મોપેડ અને કાર (Moped and car) વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જયારે બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં પારુલ યુનિવર્સીટીની વિદ્યાર્થીની સહિત 2 વિદ્યાર્થીઓ મોપેડ પર શ્યામલ કાઉન્ટી નજીકના પેટ્રોલપંપ પાસેથી પસાર થઈ રહી હતી.
આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ સુમનદીપ વિદ્યાપીઠના તબીબી વિદ્યાર્થીનીએ મોપેડને ટક્કર મારી મપોડ સવાર બંને વિદ્યાર્થીઓને હવામાં ફંગોળતા એકનું મોત થયું હતું. આ ઘટના અંગે પારુલ યુનિના એડમિશન કાઉન્સીલરે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા સુમનદીપ વિદ્યાપીઠના તબીબી વિદ્યાર્થી સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દેવાઈ છે.
મોપેડને ટક્કર વાગતા સર્જાયો અકસ્માત:
વાઘોડિયામાં આવેલ પારુલ યુનિવર્સીટીમાં ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરી રહેલ 23 વર્ષની હર્ષિતા મનિચંદ્રા વેન્ટાપ્રગરડા ગત રાત્રે 11.30 વાગ્યે 19 વર્ષની મિત્ર સાંઈકુમાર રેડ્ડી તુમાટી સાથે ડિઓ મોપેડ પર પાછળ બેસીને વડોદરા બાજુ જવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન તેઓ શ્યામલ કાઉન્ટી નજીકના પેટ્રોલપંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ ક્રેટા કારના ચાલક 23 વર્ષનાં પ્રાથ્વીક હાડાએ મોપેડને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. કારચાલકે મોપેડને અડફેટે લેતા મોપેડસવાર હર્ષિતા તેમજ સાંઈકુમાર હવામાં ફંગોળાઈને રોડ પર પટકાઈ ગયા હતા.
જયારે પ્રાથ્વીકે પણ કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર શ્યામલ રેસિડન્સી નજીકના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને લીધે સ્થાનિકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે ધીરજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં એકનું મોત થયું હતું.
ગંભીર ઈજાઓ પહોંચી:
આ ઘટનામાં કારચાલક પ્રાથ્વીકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં બેભાન હાલતમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં એમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ પણ પહોંચી ગઈ હતી. તપાસમાં પ્રાથ્વીક સુમનદીપ વિદ્યાલયમાં ડોક્ટરનો અભ્યાસ કરતો હોવાની તેમજ હાલમાં કોલજ કેમ્પસમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારમાં છવાયો શોકનો માહોલ:
ઘટનાની જાણ પારુલ યુનિવર્સીટીમાં એડમિશન કાઉન્સીલર તરીકે ફરજ બજાવી રહેલ માધવ રેડ્ડીને થતા તેમણે સમગ્ર ઘટના અંગેની વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, જેમાં પોલીસે હાલમાં કાર ચાલક પ્રાથ્વીક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
જયારે બીજી બાજુ આ ઘટના અંગે હર્ષિતાના પરિવારમાં જાણ કરવામાં આવતા પરિવાર પડી ભાંગ્યો છે. જયારે તબીબી સારવાર હેઠળ રહેલા સાંઈકુમારની હાલત પણ ખુબ નાજુક હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે જોવું જ રહ્યું!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.