હાલમાં લોકો લગ્ન પ્રસંગે અથવા સગાઈ કરતા સમયે પણ લાખો કરોડોનો ખર્ચો કરી નાખતા હોય છે. અમુક લોકો પાસે તો પૈસા પણ હોતા નથી તેમ છતાં 18 પૈસા લઈને લગ્ન કે સગાઈમાં લાખો કરોડનો ખર્ચ કરતા હોય છે. ત્યારે બીજી તરફ મોરબીમાં એક PI એ ઘરેણા અને કપડા ની આપ-લે ન કરીને સમાજમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મોરબીમાં પાટીદાર સમાજના મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ ખોટા ખર્ચમાં ન ખેંચાઈ જાય તે માટે એક પોલીસ ઈન્સપેક્ટરે પોતાના પરિવાર નો પ્રસંગ પરંપરા મુજબ સાદાઈથી ઉજવીને લોકોને ખોટો ખર્ચો ન કરવા સંદેશ આપ્યો. આ ઉપરાંત પાટીદાર આગેવાન એ પોતાના પુત્રની જલવિધી એકદમ સાદગીપૂર્વક ઉજવણી કરી હતી.
પાટીદાર સમાજમાં દીકરા-દીકરીના વેવિશાળ નક્કી થાય તે પ્રસંગને જલવિધી કહેવામાં આવે છે. આ પ્રસંગ દરમિયાન બંને પક્ષ દ્વારા એકબીજાને મોંઘા કપડા અને ઘરેણાની આપ-લે કરવામાં આવે છે. આ પ્રસંગ દરમિયાન બંને પક્ષને મોટા પ્રમાણમાં ખર્ચો થતો હોય છે. ત્યારે આવો ખોટો ખર્ચ ન કરીને મોરબી પટેલ સમાજના આગેવાન ડૉ. મનુભાઈ કૈલા ના પુત્ર જયેશ કૈલા મોરબીમાં પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. હાલમાં મનુભાઈ ના પુત્ર જયેશ ની સગાઈ વિનુભાઈ કાવર ની પુત્રી હસતી સાથે કરવામાં આવ્યા હતા.
વર્ષો જૂની પરંપરા મુજબ મનુભાઈ એ પોતાના પુત્રના વેવિશાળ માત્ર 5 રૂપિયામાં કર્યા હતા. કૈલા તથા કાવર પરિવાર દ્વારા જળવિધી ના પ્રસંગે કોઈ મોંઘા ઘરેણા કે કપડા આપ્યા વિના માત્ર ૫ રૂપિયા આપીને વેવિશાળ નક્કી કર્યું હતું. આ પ્રસંગ દ્વારા મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર દરેક સમાજને ખોટો ખર્ચો ન કરવા માટે એક ઉદાહરણરૂપ બન્યા હતા. આ ઉપરાંત ડોક્ટર કનુભાઈ કૈલા એ તેમની દીકરીઓના લગ્ન પણ સમૂહમાં કરાવ્યા હતા. તેમની મોટી દીકરી ગાયનેક છે જ્યારે નાની પુત્રી બી.એ.બી.એડ છે.
ડોક્ટર કનુભાઈ કૈલા પાસે સાધન સંપત્તિ ખૂબ જ છે. તેમ છતાં પોતાના બન્ને દીકરીઓના લગ્ન સમૂહલગ્નમાં કરાવીને સમાજને ખોટા દેખાડા પાછળ ખર્ચ ના કરવાનો સંદેશ પૂરો પાડ્યો છે. આ રીતે પોતાના પુત્ર અને બે દીકરીઓના લગ્ન સાદાઈ પૂર્વક કરીને કૈલા પરિવારના મોભીએ સમાજના દરેક લોકોને ખોટા ખર્ચા ન કરવાની અને સાદઇ પૂર્વક કોઈપણ વિધિ કરવાનો સંદેશ પૂરો પાડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews