ગુજરાતમાં કાગળ ઉપર તો દારૂબંધી છે. પરંતુ સૌ કોઈ જાણે છે કે દારૂ તમામ શહેર ગામડાએ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. પરંતુ આ દારૂ પકડવાનું કામ કરનાર પોલીસ જ જ્યારે દારૂ સાથે પકડાય ત્યારે ખાખી પર થયેલા સવાલ ના જવાબો મળી જાય છે કે દારૂ કોની રહેમ હેઠળ વેચાઈ રહ્યો છે. ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરની ટ્રેનીંગ લઈ રહેલા તાલીમી પીઆઇ નિરંજન ચૌધરી (PI Niranjan Chaudhari) ના બેરેકમાં દારૂની બોટલ ઝડપાઈ હતી. જેને લઈને ઉપરી અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ રિપોર્ટ ડીજીપી વિકાસ સહાય (DGP Vikas Sahay) પાસે પહોંચતા ડીજીપી વિકાસ સહાયએ લાલ આંખ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ એકેડેમી કરાઈ ખાતે અલગ-અલગ સોમવારના પોલીસ અધિકારીઓની તાલીમ ચાલી રહી હોય છે. આ તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓને રહેવાની બેરેકોમાં રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે સમયાંતરે કરાય પોલીસ અધિકારી દ્વારા સ્વચ્છતા અને શિષ્ટ રાખવામાં વધે છે કેમ એ ચેકિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે આવા એક રૂટીન ચેકિંગ દરમિયાન બેરેકનાં એક રૂમમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી. જેની તપાસ કરતા આ દારૂની બોટલ નિરંજન ચૌધરી (PI Niranjan Chaudhari) નામના તાલીમી પીઆઈ ની હોવાની વાત મળી હતી. જેને લઈને આ બનાવની જાણ ઉપરી અધિકારીઓને કરવામાં આવી હતી.
આ વાતને ખૂબ ગંભીરતાથી લેતા ડીજીપી વિકાસ સહાયએ (DGP Vikas Sahay) તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા સૂચના આપતા ડભોડા પોલીસ સ્ટેશન ખાતે વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી ધરપકડ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને પોલીસ વિભાગ પારદર્શક અધિક કામ કરે છે અને કોઈપણ ગુનાહિત કૃત્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવો સંદેશ આપવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.