પોલીસ અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આરોપીઓને પ્રતાડિત કરવા અથવા નિર્દોષને હેરાન કરવાના કીમીયાઓ અપનાવતા હોય છે. પાવરના જોરે ‘સાહેબ’ બનીને એન્ગ્રી યંગમેન બનીને ઘણી વખત કાયદાના રક્ષકો જ કાયદાના ભક્ષક બની જતા હોય છે. આવું જ સુરતના સિંગણપોર પોલીસ ઇન્સ્પેકટર (PI સૈલૈયા) એ કરતા હવે ખાડો ખોદ્યો તેમાં જ પડવાનો વારો આવ્યો છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, સિંગણપોર પોલીસ ઇન્સ્પેક્ટર પર ભૂતકાળમાં પણ કેટલીય વખત આરોપો લાગી ચુક્યા છે કે તેઓ પોલીસ સ્ટેશનમાં કાયદા અને સંવિધાનનું નહી પણ પોતાનું કામ કરે છે અને દારૂ જુગારના હપ્તા ઉઘરાવીને કાળી કમાણી કરે છે. જોકે આ આક્ષેપો માત્ર છે. પરંતુ તેમના હદ વિસ્તારમાં કેટલા દારૂના અડ્ડાઓ ધમધમે છે તે કતારગામવાસીઓ જાણે જ છે.
કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર રજા પર હતા તે દરમ્યાન ચાર્જમાં આવેલ પોલીસ ઇન્સ્પેક્ટર એ પી સલૈયાએ સીંગણપોરમાં જે ફરિયાદ દાખલ કરાવેલી તે જ ફરિયાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ. પોલીસ ઇન્સ્પેક્ટર સામે ભૂતકાળમાં પણ આ પ્રકારની પ્રતાડિત કરવાની ફરિયાદ થઇ ચુકી છે. પરંતુ આજે કોર્ટે પણ આ બાબતની ગંભીર નોંધ લઈને સ્વચ્છંદી બનેલા પોલીસ ઇન્સ્પેકટરને પોતાની મર્યાદા ઓળંગવાની ભાન કરાવી છે.
આ બાબતે રાજા પરથી આવેલા કતારગામ પોલીસ ઇન્સ્પેકટરને આ બાબતે નોટીસ આપી ત્યારે તેમણે હકીકત જનતા કહ્યું હતું કે, “તા.૨૩/૦૩/૨૦૨૧ના રોજ અમો ફરજ પર હાજર થઇ તપાસ અમોએ સંભાળેલ હતી. ત્યારબાદ તા. ૨૩/૦૩/૨૦૨૧ ના રોજ સિંગણપોર પી.આઈ.સાહેબનો ફોન કતારગામ પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને તેમણે પી.એસ.ઓ.ને કહેલ કે, “ગઇકાલે દાખલ થયેલ FIR જેના ફરીયાદી હિરેનભાઇ છે તે ફરીયાદ મને વોટ્સએપ કરો અને તેના તપાસ કરનાર અમલદારને કહો કે મારી જોડે ફોન પર વાત કરે” આથી તપાસ કરનાર અમલદાર એ.એસ.આઇ. અશ્વિનભાઇએ કલાક ૧૮/૫૦ વાગે સિંગણપોર પી.આઇ.સાહેબ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ કહેલ કે, “ગઇ કાલે દાખલ થયેલ ફરીયાદ કે જેની તપાસ તમારી પાસે છે તેના આરોપીઓ સિંગણપોર પોલીસ સ્ટેશન છે તેને મેળવી લેજો”
આમ પોલીસ ઇન્સ્પેક્ટર એ પી સલૈયાની પોલ ખુલી જતા કોર્ટ દ્વારા અવલોકન કરાયું છે કે, વિવાદિત પોલીસ ઇન્સ્પેક્ટર એ પી સલૈયાએ એક જ ફરિયાદીને બે બે FIR અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરીને આરોપીઓને પ્રતાડિત કરવાના મલીન ઈરાદે પોતાને જાણ હોવા છતાં એક સરખા આરોપી સામે બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
સામાન્ય રીતે FIR કરવા દોડતો માણસ પોલીસ સ્ટેશનના પગથીયા ઘસી નાખે ત્યારે તેની ફરિયાદ દાખલ થતી હોય છે ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એ પી સલૈયાએ શા માટે આવી હરકત કરી તે તપાસ કરવા કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટ દ્વારા સુરત શહેર કમિશ્નરશ્રી અને DCPને આ બાબતે પત્ર પાઠવીને સંજ્ઞાન લેવા આદેશ કર્યો છે. કોર્ટ દ્વરા કહેવાયુ છે કે પોલીસ ઇન્સ્પેક્ટર એ પી સલૈયાએ ઇન્ડીયન પીનલ કોડની ધારા ૧૬૬એ અને ૧૬૭ હેઠળ ગુનો આચાર્યો છે. જાની જોઇને કાયદાની અવગણના કરીને આરોપી ઈન્સ્પેક્ટરે આરોપીને ઈજા અને નુકસાન કરવાના ઈરાદે એફ.આઇ.આર. બનાવીને ભારતીય બંધારણની કલમ 21 માં સમાવિષ્ટ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને જીવનના અધિકારને ભંગ કરે તેવી રીતે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે.
પ્રથમ, એફઆઈઆર 21/03/2021 ના રોજ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં 17:45 વાગ્યે નોંધવામાં આવી હતી અને તે જ દિવસે ત્યારબાદ તે જ એફઆઈઆર કતારગામ પોલીસ સ્ટેશનમાં 21:00 વાગ્યે નોંધાઈ હતી અને એફઆઈઆર આરોપી અને અરજદાર બંનેમાં સમાન હતું. ત્યારબાદ આરોપીને 22/03/2021 ના રોજ 15: 45 વાગ્યે સિંગણપોર પોલીસે ધરપકડ કરી હતી અને તેને તા 23 / 03/2021 ના રોજ 16: 15 વાગ્યે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને કોર્ટે જામીન પર મુકત કર્યો હતો, પરંતુ પોલીસ આરોપીને મુક્ત કરતી નથી અને આરોપીને ફરીથી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. અને ત્યારબાદ સિંગણપોર પોલીસ ઇન્સ્પેક્ટર જે કતારગામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પણ હતા તે રજા પરથી હાજર થયેલા આઈ.ઓ.ને હાજર કેસમાં આરોપીની ધરપકડ કરવા નિર્દેશ આપે છે અને ત્યારબાદ ત્રણેય આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. 24/03/2021 ના રોજ 14:00 વાગ્યે આ અદાલત સમક્ષ, આ રેકોર્ડથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ 22/03/2021 સુધી 24/03/2021 સુધી કસ્ટડીમાં હતા અને તે જ ગુનો સતત ગુનો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.