કોરોના વાયરસ લોકડાઉન ને કારણે દેશ મા એકબાજુ જ્યાં નિયમિત ટ્રેનો નું સંચાલન બંધ છે ત્યારે રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેનો ના સંચાલન ની અનુમતી આપવામાં આવી છે. આજ ક્રમ માં 12 મે 2020 થી સાબરમતી થી નવી દિલ્લી માટે સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી રહી છે તથા અમદાવાદ મંડળ દ્વારા નવ જોડી ટ્રેનો નું સંચાલન 01 જૂન થી કરવામાં આવશે.
મંડળ રેલ પ્રબંધક શ્રી દિપકકુમાર ઝા ના કહ્યા અનુસાર 01 જૂન 2020 થી અમદાવાદ સ્ટેશન થી કુલ 10 ટ્રેનો નું સંચાલન કરવામાં આવશે. જેમાં હાલમાં સાબરમતી થી ચાલી રહેલી ટ્રેન સંખ્યા 02957/02958 સાબરમતી-નવી દિલ્હી એસી સ્પેશિયલ ને 01 જૂન થી અમદાવાદ સ્ટેશન થી નવી દિલ્લી માટે ચલાવામાં આવશે તથા આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી સ્ટેશન પર ઉભી નહી રહે. જેમણે આ ટ્રેન ની ટિકિટ સાબરમતી સ્ટેશન થી લીધી છે તેઓએ ટ્રેન માં બેસવા/ઉતરવા અમદાવાદ સ્ટેશન પર આવવું પડશે. રેલ પ્રશાસન દ્વારા આ સૂચના યાત્રીઓને બલ્ક એસએમએસ દ્વારા પણ આપવામાં આવી રહી છે. આના સિવાય વર્તમાન માં સ્પેશિયલ ના રૂપ માં 01 જૂન થી ચલાવામાં આવનાર કોઈ પણ ટ્રેનો મણિનગર અને સાબરમતી સ્ટેશનો પર સ્ટોપેજ નહિ હોય.
ટ્રેન સંખ્યા 09083/09084 અમદાવાદ-મુજ્જફરપુર તથા 09089/09090 અમદાવાદ-ગોરખપુર સ્પેશિયલ વાયા સુરત થઈને ચાલશે.
ઉપરોક્ત ટ્રેનો ના યાત્રીઓ ને અનુરોધ છે કે ભારત સરકાર ના હેલ્થ પ્રોટોકોલ ને જોતા પોતાની ટ્રેન ના નિર્ધારિત સમય કરતાં દોઢ કલાક પહેલા સ્ટેશન પર પહોંચે જેથી કોઈ યાત્રીઓને અસુવિધા ન થાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news