કાળ બનીને આવેલા બોલેરોએ કીડી મકોડાની જેમ ઢાબામાં જમવા બેઠેલાં લોકોને કચડ્યા -જુઓ અકસ્માતનો LIVE વિડીયો

સુરત શહેરમાં અવાર નવાર અકસ્માતો સર્જાય છે. સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. આજે પણ એક એવુજ અકસ્માત સામે આવ્યું છે. આ અકસ્માત સુરતના સારોલી વિસ્તાર માંથી સામે આવ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. વિડિયો જોઇને ભલભલાનાં હૃદય હચમચી જશે. આ અકસ્માતની ઘટનાને લઈને અફરાતફરી મચી ગય હતી.

સુરતના સારોલી ગેટ પાસે આવેલી બાપના બગીચા નામની ચાની દુકાનમાં કેટલાક લોકો ચા પીવા બેઠા હતા, ત્યારે ત્યાંથી પસાર થતી એક બોરેલો ગાડીના ડ્રાઈવરે ગાડીના સ્ટેરીંગ પરનું નિયંત્રણ ગુમાવ્યું અને અચાનક આ ગાડી ચાની દુકાનમાં ઘુસી ગઇ હતી. ઢાબામાં જમવા બેઠેલા એક યુવકને સીધો જ કચડી નાખ્યો હતો,તેથી ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ સમગ્ર ઘટના સારોલી વિસ્તારમાં રોડ પાસે આવેલા ‘બાપાનો બગીચો’ નામના ઢાબામાં થઇ હતી ત્યાં ગ્રાહકો બેઠા હતા. ઢાબાના નજીકથી પસાર થતી બોલેરો પિક-અપના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં સીધે સીધી પિક-એપ ઢાબામાં ખુસી ગયું. અકસ્માતને લઈને થોડાક સમય માટે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો.

આ સમગ્ર અકસ્માતના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે. જમવા બેઠેલા એક યુવકને કચડી નાખ્યો હતો. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે કે બોલેરો સીધા રોડ પરથી ઢાબાની અંદર જ આવી જાય છે અને અંદર જે ખાટલા મૂકવામાં આવ્યા હતા તેમના ઉપર કેટલા ગ્રાહકો સૂઈને મોબાઈલમાં જોતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ ઘટનામાં બેથી ત્રણ લોકોને ઈજા થઈ છે, એમાં એક વ્યક્તિને ત્રણથી ચાર ફ્રેક્ચર થયાં છે. ડ્રાઈવર ઘટનાસ્થળે ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ગાડી ખાલી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ગાડીના ડ્રાઇવરને ઝડપી પાડવા માટે કવાયત શરૂ કરી છે. જોકે જે જગ્યા પર અકસ્માત થયો છે તે રસ્તે વાહનો સુરતમાં પ્રવેશતા હોય છે અને સૌથી વધારે ટ્રાફિકનું ભારણ પણ આ રસ્તા પર જોવા મળતું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *