સુરતના સરદાર બ્રિજ ઉપર અકસ્માત દરમ્યાન માંસ ભરેલો પીકઅપ ટેમ્પો પલટ્યો

આજકાલ વધતા અકસ્માતના કિસ્સામાં આજે ફરીવાર એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં સુરત શહેરના ગુજરાત ગેસ સર્કલથી અઠવાગેટ તરફ જતા સરદાર બ્રિજ ઉપર આજે વહેલી સવારે પીકઅપ ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે, ટેમ્પોમાં ગૌમાંસ હોવાની શંકા ઊભી થઈ છે.

ટેમ્પો એટલી પુરપાટ ઝડપે ડિવાઈડર સાથે અથડાયો કે, આખા રસ્તા ઉપર માંસના લોચા વેરવિખેર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા તાત્કાલીક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને થોડીવાર માટે બ્રિજ બંધ કરાવી દેવામાં આવ્યો હતો.

અકસ્માત બાદ પીકઅપ ટેમ્પોના ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઘટના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ડેપ્યુટી પોલીસ કમિશનર ભાવના પટેલ સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. માંસનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં રસ્તા ઉપર વિખરાયેલ જોવા મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને તેને સાફ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ માંસને ટેમ્પોમાં ભરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

આ અંગે ઉમરા પીઆઇ કે.બી. ઝાલાએ જણાવ્યું કે, વહેલી સવારે સરદાર બ્રિજ પર ઘટના બની હતી. અને પીકઅપ ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે. તેમજ એફ.એસ.એલ.માં મોકલીને બ્રિજ ઉપર જે માંસ મળ્યું છે, તે ગૌવંશ છે કે, કેમ તેની તપાસ કરવામાં આવશે. જો ગૌવંશ હોવાનું માલૂમ પડશે તો આ અંગે FIR કરવામાં આવશે.

આ ઉપરાંત સમાજસેવી અને ગૌશાળા ચલાવનાર વિનોદ જૈનને જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તે ઘટના સ્થળ પર પહોંચીને વીડિયો લેવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. જેથી સ્થળ પર પોલીસ દ્વારા તેને રોકવામાં આવ્યા હતા અને ધક્કામુક્કી કરી હતી. જેમાં તેમને સામાન્ય ઈજા પણ થઈ હતી. જોકે, પોલીસ દ્વારા આ માટે તેમણે મોબાઈલમાં વીડિયો ન ઉતરવા દીધો તે અંગે કોઈ સ્પષ્ટતા કર વામાં આવી નથી.

આ સમગ્ર ઘટનાને લઇને ગૌરક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાયનું કતલ કરવું એ ગેરકાયદેસર હોવા છતાં પણ કેટલાક લોકો દ્વારા તેને ઉપરવટ જઇને કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે. આ ઉપરાંત તાજેતરમાં જ લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ગૌમાંસ વેચાતો હોવાની જાણ ગૌરક્ષકોને થતા 150 કિલો કરતાં પણ વધુ ગૌમાંસ ઝડપી પાડવામાં આવ્યું હતું.

સુરતમાં કેટલાક વિસ્તારોમાં ગૌમાંસ કતલખાનામાંથી લાવીને વેચવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. તેને લઈને ગૌરક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આ બાબતે ગંભીરતાથી લઈને ગાયને કતલખાને લઇ જવાતા રોકવી તેમજ ગૌમાંસ વેચાણ બંધ થાય તેના માટે સખ્તાઇપૂર્વકની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *