America Plane Crash: અમેરિકાના ફ્લોરિડામાં એક નાનું પ્લેન ક્રેશ થતા ગુજરાતી પાયલટ સહીત બે લોકોના મોત થયા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક નાનું પ્લેન હતું. તેમાં વધુ લોકો ન હતા. આ પ્લેન એક મકાન સાથે અથડાઈને અકસ્માતનો શિકાર બન્યું હતું. વિમાન દુર્ઘટનામાં ગુજરાતી પાયલટ અને ઘરની અંદર બે અન્ય લોકોના મોત થયા હતા. આ ઘટના ફ્લોરિડાના ક્લિયરવોટર ટેલર પાર્કમાં બની હતી.
આ કારણે અકસ્માત સર્જાયો
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું કે આ દુર્ઘટનામાં પ્લેનના પાયલટ અને બે લોકોના મોત થયા છે. FAA એ જણાવ્યું કે, સિંગલ-એન્જિન બીકક્રાફ્ટ બોનાન્ઝા V35 પ્લેનના પાયલોટે 1 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ બેસાઇડ વોટર્સ મોબાઇલ હોમ પાર્કમાં ક્રેશ થયાના થોડા સમય પહેલા જ એન્જિન નિષ્ફળતાની જાણ કરી હતી.
એર ટ્રાફિક કંટ્રોલે શું કહ્યું?
એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું કે, “સેન્ટ પીટ-ક્લિયરવોટર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવેની ઉત્તરે ત્રણ માઇલ દૂર રડારથી ગાયબ થતાં પહેલાં પાઇલટે ઇમરજન્સી લેન્ડિંગની જાહેરાત કરી હતી. પ્લેન ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દુર્ઘટના બાદ પ્લેન કેવી રીતે સળગી રહ્યું છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે.આકાશમાં ચારેબાજુ ધુમાડાના વાદળો દેખાય છે.
આગ કાબૂમાં આવી
એર ટ્રાફિક કંટ્રોલએ વધુમાં જણાવ્યું હતું કે, “વિમાનના પાયલટને તે ગાયબ થતા પહેલા મે ડેની જાહેરાત કરતા સાંભળવામાં આવ્યું હતું.” પ્લેન ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, પ્લેનમાં આગ લાગવાના સમાચાર મળતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં, કોઈક રીતે આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટના ગુરુવારે એટલે કે 2જી ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે 7.08 વાગ્યે થઈ હતી.
#BREAKING: Small Plane Crash Sparks Multiple Mobile Homes Fires in Clearwater, Florida
Firefighters from various jurisdictions are currently on the scene of a small plane crash in Clearwater, Florida, resulting in multiple mobile homes catching fire pic.twitter.com/BzFqxwutmP
— Unlimited L’s (@unlimited_ls) February 2, 2024
ત્રણ મકાનોમાં ભીષણ આગ લાગી હતી
સિંગલ-એન્જિન બીકક્રાફ્ટ બોનાન્ઝા V35 ના પાઇલટે લગભગ 7 વાગ્યે પ્લેન ક્રેશ થયાના થોડા સમય પહેલા સમસ્યાની જાણ કરી હતી. “ક્લિયરવોટર ફાયર ચીફ સ્કોટ એહલર્સે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્લેન એક ઘર સાથે અથડાયું હતું અને આ દુર્ઘટનામાં લગભગ ત્રણ ઘરોમાં આગ લાગી હતી. જો કે, આગ ઝડપથી ઓલવાઈ ગઈ હતી,” અધિકારીઓએ જણાવ્યું હતું.
આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હતા
એહલર્સે માર્યા ગયેલા લોકોની ચોક્કસ સંખ્યા આપી ન હતી, પરંતુ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર એક વ્યક્તિ અને એક ઘરના ઘણા લોકો માર્યા ગયા હતા. વિમાન રનવેની ઉત્તરે લગભગ 3 માઈલ (5 કિલોમીટર) દૂર રડારથી ગાયબ થઈ ગયું તેના થોડા સમય પહેલા પાયલોટે સેન્ટ પીટ-ક્લિયરવોટર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કટોકટીની જાણ કરી હતી, એહલેરે જણાવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે ફેડરલ તપાસકર્તાઓ ઘટનાસ્થળની તપાસ કરશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube