નવા વર્ષનો પ્રથમ દિવસ રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર લઈને આવ્યો છે. જેમાં રાજ્ય સરકારે મોટી જાહેરાત કરતાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યો છે. આ ઉપરાંત મેડિકલ ક્ષેત્ર માટે પણ સરકારે અનેક મોટા પગલા લેવાની જાહેરાત કરી છે.
વર્ષની શરૂઆતમાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકાર તેમજ પંચાયતના લાખો કર્મચારીઓને ફાયદો થાય તેવો એક મહત્વનો નિર્ણય લેવાયો. સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. જે નિયમ 1 જુલાઈ 2019થી અમલમાં આવશે અને જુલાઈ 2019થી ડિસેમ્બર 2019 સુધીનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવાશે. આમ હવે કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ પહેલા મોંઘવારી ભથ્થુ 12 ટકા હતું. ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાહેરાત કરી હતી.
રાજય સરકારના આ નિર્ણયને પગલે સરકારી કર્મચારીઓમાં ખુશીની લાગણી છવાઈ છે. આ નવા નિયમોથી રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે 5 ટકા મોંઘવારી ભથ્થુ મળવાનું શરૂ થશે. જે સ્થાનિક કર્મચારીઓ માટે સૌથી મોટી બાબત છે. આ મોંઘવારી ભથ્થું 1 જુલાઇ 2019થી લાગૂ થશે. જ્યારે એરિયર્સ બેથી ત્રણ તબક્કામાં ચૂકવાશે. કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવાશે.
કુલ 9 લાખ 61 હજાર 638 કર્મચારીઓને લાભ મળશે
રાજ્ય સરકારના પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનર્સ મળી કુલ 9 લાખ 61 હજાર 638 કર્મચારીઓને લાભ મળશે. જેમાં રાજ્ય સરકારના 2 લાખ 6 હજાર 447, પંચાયત વિભાગના 2 લાખ 25 હજાર 83 અને 79 હજાર 599 અન્ય કર્મચારી તેમજ 4 લાખ 50 હજાર 509 પેન્શનર્સનો સમાવેશ થાય છે. મોંઘવારી ભથ્થામાં કરેલા વધારાને પગલે રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક લગભગ રૂ. 1,821 કરોડનો બોજ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.