પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે ભારતીય રેલવે દરેક પાસેથી ૫૦ રૂપિયા વધુ ભાડું વસૂલે છે. કર્ણાટક ભાજપ સરકારે તો ઘરે પરત ફરનાર પ્રવાસી મજૂરો પાસેથી બે ગણું ભાડું લેવાની જાહેરાત કરી દીધી છે. આની પાછળનું તર્ક એ છે કે જે વાહનો તેમને મોકલવામાં આવશે તે ખાલી પાછા આવવાના છે. આ ‘આર્થિક સમજદારીનો’ કોયડો હજી ઉકેલ આવ્યો ન હતો ત્યાં જ ‘પીએમ કેયર્સ ફંડનો’ બીજો કોયડો અટવાઈ ગયો છે.
PM કેયર્સ ફંડમાં લોકોએ દિલ ખોલીને દાન આપ્યું છે. કંપનીએ ભલે પોતાના કર્મચારીનો પગાર નથી ચૂકવ્યો, પણ PM કેયર્સ ફંડમાં દાન આપવામાં પાછા પડ્યા નથી. આલોચકોનું કહેવું છે કે આ ફંડ પારદર્શી નથી તેમજ પક્ષપાતી છે. PM કેયર્સ ફંડમાં લેવામાં આવેલ દાન કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ ગણી શકાય છે, પરંતુ મુખ્યમંત્રી ફંડમાં સમાન અધિકારી મળતો નથી. આ લોકોનું કહેવું છે કે આ ફંડનો મુખ્ય ઉદ્દેશ પ્રધાનમંત્રીનું મહિમા મંડન કરવાનો છે.
આ ફંડનું નિર્માણ COVID-19 જેવી કોઈપણ પ્રકારની બિમારી દરમ્યાન ઉત્પન્ન આપત અને સંકટની સ્થિતિ સામે લડવા માટે તેમ જ પ્રભાવિત લોકોને રાહત પ્રદાન કરવા માટે ના ઉદ્દેશથી થયું છે. તો સ્પષ્ટ વાત છે કે, આ ફંડનો ઉપયોગ લોકડાઉન દરમ્યાન એક મહિના સુધી આજીવિકા વગર રહેવાવાળા લાખો પ્રવાસી મજૂરોને સંકટની સ્થિતિમાંથી બહાર કાઢવા પણ થવો જોઈએ.
હાલ આ અંગે કોઈ સ્પષ્ટ જાણકારી આપવામાં નથી આવી કે, આ ફંડના ઉપયોગથી પ્રવાસીઓ પર કેટલા રૂપિયા ખર્ચવામાં આવ્યા, તેમજ તેમની પાસેથી પૈસા કેમ વસૂલવામાં આવે છે. ટેલિગ્રાફ ના રિપોર્ટ મુજબ ખૂદ પીએમને પણ નથી ખબર કે ફંડ માં કેટલી ધનરાશિ ભેગી થઇ છે અથવા આ ફંડથી કોઈને મદદ કરવામાં આવી છે કે નહીં. ટેલિગ્રાફ આ સંબંધમાં પીએમ મોદી જોડાયેલા અધિકારી ને ફોન દ્વારા પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં અધિકારીએ ઉત્તર આપ્યો ‘કે કોઈ જાણકારી નથી’.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news