વડા પ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભૂમિપૂજનમાં ભાગ લઈ શકશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન અયોધ્યામાં ભૂમિપૂજનમાં ભાગ લઈને ભૂમિપૂજન કરી શકશે.
કોરોના મહામારી વચ્ચે આજે એક મહત્વના સમાચાર આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રામ મંદિર નિર્માણને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આજે ટ્રસ્ટ દ્વારા મળેલીમાં બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. જલદીથી રામ મંદીરના નિર્માણનું કાર્ય શરૂ થઈ શકે છે. મળતી માહિતી મુજબ ઓગષ્ટ મહિનાની પાંચ તારીખે મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે.
માહિતી મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં આવશે. કારણ કે શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે જણાવ્યું છે કે ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસે વડાપ્રધાનને એક પત્ર લખીને આધારશિલા મુકવાના ખાસ અવસર પર રામ મંદિરના ભૂમિપૂજન માટે ખાસ આમંત્રણ આપ્યું છે. જો કે વડાપ્રધાનની હાજરીને લઈને હજૂ સુધી સત્તાવાર કોઈ પ્રાપ્ત નથી થઇ.
મહંત કમલ નયન દાસે પહેલા જ જણાવ્યું હતું કે ટ્રસ્ટ શ્રાવણ મહિનાના સમયમાં જ રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કરવા માંગે છે. જો કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ શરૂ કરવાનું કામકાજ ક્યારે શરૂ થશે તે હજૂ નક્કી નથી.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ખાસ બેઠક મળી
આ વિશે નિર્ણય લેવા માટે શનિવારે બપોરે ત્રણ વાગ્યે અયોધ્યા સર્કિટ હાઉસમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ખાસ બેઠક થઇ છે. બેઠકમાં મંદિર નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્રસિંહ પર હાજર રહ્યા હતા. નૃપેન્દ્ર મિશ્રા 16 જુલાઈથી જ અયોધ્યામાં છે. તેમની સાથે બીએસએફના પૂર્વ ડાયરેક્ટર જનરલ અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના સુરક્ષા સલાહકારના કે.શર્મા પણ ઉપસ્થિત રહ્યા છે. સાથે જ કેટલાક મોટા એન્જીનિયરોનું એક ગૃપ પણ અયોધ્યામાં ઉપસ્થિત છે. જે મંદિર નિર્માણની ખાસ વિશેષતાઓ પર નજર રાખી રહ્યા છે.
રામ મંદિરનું મોડલ તૈયાર કરવા વાળા ચંદ્રકાંત સોમપુરા સિવાય તેમના પુત્ર નિખિલ સોમપુરા પણ અયોધ્યા પહોંચ્યા છે. જે આજની મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મંદિર નિર્માણનીતારીખને લઈને સતત અટકળો ચાલી રહી છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજની આ બેઠકમાં મંદિર નિર્માણ શરૂ કરવાની તારીખ નક્કી કરવામાં આવે.
મંદિરના ટ્રસ્ટનું નિર્માણ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે થયું
રામમંદિર ટ્રસ્ટની બેઠક ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 18 જુલાઈએ નક્કી કરવામાં આવી હતી. આ બેઠકમાં ગ્રાઉન્ડ લેવલિંગ થયા બાદ પ્રોજેક્ટના વિવિધ તબક્કાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં રામમંદિર નિર્માણના કામની દેખરેખ માટે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બનાવવામાં આવ્યું છે. આ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ છે. વડાપ્રધાનના પૂર્વ પ્રધાન સચિન નૃપેન્દ્ર મિશ્રા, કેન્દ્રીય અધિક ગૃહ સચિવ જ્ઞાનેશ કુમાર અને ઉત્તર પ્રદેશ સરકારના અધિક મુખ્ય સચિવ અવનિશ અવસ્થિ સહિત કેટલાક અન્ય સભ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news