હાલમાં દેશના PM નરેન્દ્ર મોદીને લઈ એક જાણકારી સામે આવી છે. સોસિયલ મીડિયા પર ટ્વિટરમાં PM નરેન્દ્ર મોદી સૌથી વધુ ફોલોઅર્સનાં મામલે સૌપ્રથમ સ્થાન પર આવે છે. જયારે બીજા સ્થાન પર કુલ 5.3 કરોડ ફોલોઅર્સ સાથે પોપ ફ્રાન્સિસ આવે છે. જયારે નિવૃત્ત નેતાઓમાં ઓબામાના 13 કરોડથી વધુ ફોલોઅર્સમાઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ઉપર રહેલા છે.
PM મોદીની લોકપ્રિયતામાં ઉત્તરોતર વધારો થતો જઈ રહ્યો છે. આની સાથે જ આપને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર ફોલો કરવામાં આવતાં ભારતીય નેતાઓની યાદીમાં વડા પ્રધાન સૌથી અગ્રક્રમે આવે છે. તેમના ટ્વિટર હેન્ડલ પર ફોલોઅર્સની સંખ્યા કુલ 7 કરોડથી ઉપર જતી રહી છે.
આનીની સાથે જ PM મોદી સમગ્ર વિશ્વના સક્રિય નેતાઓની યાદીમાં પણ સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. તેમના પહેલા અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ સૌથી ઉપર હતું. જેઓ કુલ 8.87 કરોડ લોકો ફોલો કરતાં હતાં. જો કે, હવે તેમનું ટ્વિટર એકાઉન્ટ બંધ થઇ ગયું છે.
PM નરેન્દ્ર મોદી બાદ બીજા ક્રમ પર પોપ ફ્રાન્સિસ આવે છે કે, જેઓ 5.3 કરોડ ફોલોઅર્સ ધરાવે છે. જો કે, સક્રિય રાજકારણને એક તરફ રાખીને વાત કરીએ તો અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા 13 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. જ્યારે અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ જો બાઇડેનના ટ્વિટર હેન્ડલ પર કુલ 3.9 કરોડ ફોલોઅર્સ ધરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.