સાબરમતી ગાંધી આશ્રમ પુન: નિર્માણ પ્રોજેક્ટ માટે PM મોદીએ દાન કરી પોતાની જમીન, ગાંધીનગરમાં બનશે વિશાળ ‘નાદબ્રહ્મ’

Gandhingar News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તે લોકોમાં સામેલ છે જેને કરોડો લોકો ફોલો કરે છે. PM અત્યારે દેશમાં કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી. લોકો તેમને…

Gandhingar News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તે લોકોમાં સામેલ છે જેને કરોડો લોકો ફોલો કરે છે. PM અત્યારે દેશમાં કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી. લોકો તેમને મળવા માંગે છે અને તેના માટે ઘણા કારણો હોઈ શકે છે – જેમ કે તેમના નિર્ણયોની ટીકા, તેમની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામ પર પ્રતિક્રિયા, ફરિયાદો અથવા તો યુવા વર્ગના કારણે કરવામાં આવતા કામના કારણે લોકો તેમના તરફ પ્રેરીત થાય છે ત્યારે પીએમ મોદીએ લોકોની સેવા કરી હોય તેવી વધુ એક માહિતી સામે આવી છે,જેમાં PM મોદીએ પોતાની ગાંધીનગરની(Gandhingar News) જમીન એક ટ્રસ્ટને દાનમા આપી ફરી એકવાર લોકોનું દિલ જીતી લીધું છે.

આ જમીન પર નાદબ્રહ્મ નામની ઇમારત બનાવવામાં આવશે
પીએમ મોદીએ ગાંધીનગર ખાતે પોતાની જમીન ટ્રસ્ટને દાનમાં આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.ત્યારે આ જમીન પર નાદબ્રહ્મ નામની ઇમારત બનવવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે.તેમજ આ ઇમારત 16 માલની હશે,જેમાં સંગીતની વિશ્વકક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. આ ઈમારત વિશ્વમાં પોતાના અનોખા પ્રકારની અનોખી ઈમારત હશે.જે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

નરેન્દ્ર મોદીએ વિવિધ પ્રોજેકેટ્સનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું
આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ પ્રોજેકેટ્સનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું. રેલવેના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને જણાવ્યું હતું કે, હવે રેલવેનો વિકાસ સરકારની ટોચની પ્રાથમિકતાઓમાં છે. વડાપ્રધાને 2014થી છ ગણા બજેટ વધારા જેવી પહેલોની સૂચિબદ્ધ કરી હતી અને દેશવાસીઓને ખાતરી આપી હતી કે આગામી 5 વર્ષમાં, રેલવેનું પરિવર્તન તેમની કલ્પના કરતાં વધી જશે. આ 10 વર્ષનું કામ માત્ર એક ટ્રેલર છે, મારે લાંબી મજલ કાપવાની છે.

વિકસિત અને આર્થિક રીતે સક્ષમ રાષ્ટ્રમાં રેલવેની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની નોંધ લેતા વડાપ્રધાને કહ્યું હતું કે, “રેલવેનું પરિવર્તન એ વિકસીત ભારતની ગેરંટી છે.” તેમણે રેલવેના પરિવર્તનશીલ લેન્ડસ્કેપ પર પ્રકાશ ફેંક્યો અને ઝડપી ગતિએ રેલવે ટ્રેક નાખવા, 1300થી વધુ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ, વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત જેવી નેક્સ્ટ જનરેશન ટ્રેનોને ફ્લેગ ઓફ કરવાનો અને આધુનિક રેલવે એન્જિનો અને કોચ ફેક્ટરીઓનું અનાવરણ કરવાનો ઉલ્લેખ કર્યો.

ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ થશે
તો બીજી તરફ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવાનું છે. ત્યારે PM મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા અને માસ્ટર પ્લાન નિહાળ્યો, બાદમાં તેનું લોન્ચિંગ પણ કર્યું હતું.ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે.આ આશ્રમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં આવશે. 20 જૂની ઇમારતોનું સંરક્ષણ, 3 ઇમારતનું નિર્માણ કરાશે. આ સાથે જ 13 ઇમારતોનું પુનઃસ્થાપન કરવામાં આવશે. વ્યાખ્યાન કેન્દ્ર, સોવિનિયર શોપ, ફૂડ કોર્ટ બનાવાશે.