PM મોદીએ પોતાના સોશિયલ એકાઉન્ટ કોને આપશે તે અંગે કર્યો મોટો ખુલાસો- ૮ તારીખે દેશે…

નરેન્દ્ર મોદીએ સોમવારે કરેલા ટ્વીટ હાલમાં ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પરથી આ રવિવારે વિદાય લેવા અંગે વિચારી રહ્યા છે. જોકે, હવે તેમણે વધુ એક ટ્વીટ કરીને પોતાના સોશિયલ મીડિયામાંથી સંન્યાસ લેવાનો ખુલાસો આખરે કરી જ દીધો છે. આજે પીએમ મોદીએ એક બીજી ટ્વીટમાં તેની પાછળનું કારણ પણ જણાવી દીધું છે.

વડાપ્રધાન મોદીએ આજે કરેલા એક ટ્વીટમાં લખ્યું છે કે, “આ મહિલા દિવસ પર, હું મારા સોશિયલ અકાઉન્ટ એવી મહિલાઓને આપવા માગું છું, જેમનું જીવન અને કામ હંમેશા પ્રભાવિત કરતા હોય. જેનાથી તેઓ લાખો લોકોને પ્રેરિત કરી શકે.”

હવે પીએમે ટ્વીટ કરીને કહ્યું છે કે 8મી માર્ચના રોજ મહિલા દિવસના અવસર પર પોતાનું એકાઉન્ટ મહિલાઓને આપશે, જેમનું જીવન આપણને પ્રેરિત કરતું હોય. પીએમે ટ્વીટ કરી કહ્યું કે આ મહિલા દિવસના રોજ હું મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ એવી મહિલાઓને આપવા માંગું છું, જેમની જિંદગી અને કામ આપણને પ્રભાવિત કરતાં હોય. આનાથી તેઓ લાખો લોકોને પ્રેરિત કરી શકશે.

પીએમ મોદીએ સસ્પેન્સ પરથી ઉચક્યો પડદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે ટ્વીટ કર્યુ હતું કે, આ મહિલા દિવસ, હું મારુ સોશિયલ મીડિયા એકાઉન્ટ તે મહિલાઓને સોંપીશ જેના જીવન અને કામે આપણને પ્રેરિત કર્યા છે. આ તેમને લાખોને પ્રેરિત કરવા માટે મોટિવેટ કરશે.

સોશિયલ મીડિયામાંથી સંન્યાસ લેવાના સસ્પેન્સને આખરે ખુદ પીએમ મોદી જ ખત્મ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવું ટ્વીટ કરી જણાવ્યું કે 8 માર્ચે એટલે કે આગામી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે તેઓ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત કરશે.

મહિલાઓને સમર્પિત કરશે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ

પીએમ મોદીએ ટ્વીટમાં કહ્યું કે આ મહિલા દિવસે હું મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ એવી મહિલાઓને આપવા માંગું છું કે કે જેમની જિંદગી અને કામ આપણને સૌને પ્રભાવિત કરે છે. આ પગલાંથી તેઓ લાખો લોકોને પ્રેરિત કરી શકશે. આ મહિલા દિવસે હું મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ એવી મહિલાઓને આપવા માંગું છું કે જેમની જિંદગી અને કામ આપણને સૌને પ્રભાવિત કરે છે. આ પગલાંથી તેઓ લાખો લોકોને પ્રેરિત કરી શકશે. જો તમે એવા મહિલા છો કે પછી એવી કોઇ મહિલાઓને ઓળખો છો તો #SheInspiresUs સાથે તેની વાતો શેર કરો.

સોશિયલ મીડિયા સ્ટાર છે પીએમ મોદી

ત્યારે જો વાત કરવામાં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયામાં લાખો કરોડો ફોલોઅર્સ છે. જેમાં ટ્વીટર પર 5.3 કરોડથી વધુ ફોલોઅર્સ છે.ફેસબુક પર 4.4 કરોડ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર 3.5 કરોડ જેટલા ફોલોઅર્સ ધરાવે છે. જ્યારે યુટયૂબ પર વડાપ્રધાન મોદીના 45 લાખથી વધુ સબસ્ક્રાઇબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *