ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. ભારતે ચાર દાયકાના દુકાળનો અંત લાવીને પુરુષ હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતે જર્મનીને 5-4થી હરાવ્યું હતું. સિમરનજીત સિંહે 2 ગોલ કર્યા હતા. આ મેચમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત નબળી રહી હતી, પરંતુ પછી તેણે સતત ગોલ કરીને પુનરાગમન કર્યું
પરંતુ આ પછી જર્મનીએ વધુ બે ગોલ ફટકારીને ભારત પર દબાણ બનાવ્યું હતું. પરંતુ ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત વાપસી કરી અને માત્ર 2 મિનિટમાં મેચને 5-4ની લીડ પર લાવી દીધી હતી. ભારતની આ ઐતિહાસિક જીત પર પીએમ મોદીએ ટોક્યોમાં હાજર ખેલાડીઓને ફોન પર વાત કરીને અભિનંદન આપ્યા હતા. જુઓ પીએમ મોદી અને ખેલાડીઓ વચ્ચે શું થયું.
PM મોદીએ ટોક્યો ઓલમ્પિક ભાગ લેધેલા હોકીના ખેલાડીઓને કોલ કર્યો હતો અને સૌથી પહેલા ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તમારી મહેનતને નમન કરું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય પુરુષ હોકી ટીમને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.
સાથે સાથે જ PM મોદીએ ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ, કોચ ગ્રેહામ રીડ અને આસિસ્ટન્ટ કોચ પીયૂષ દુબે સાથે ફોન પર વાત કરતાં કહ્યું કે, આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. આ દિવસ દરેક ભારતીયના મનમાં હંમેશાં યાદ રહેશે. દેશને ૪૧ વર્ષ પછી બ્રોન્ઝ અપાવવા બદલ ટીમ ઇન્ડિયાને ખુબ ખુબ અભિનંદન. તેમણે આપણા દેશના યુવાનોને નવી આશા આપી છે. ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.