ખેડૂત ખેતી બચાવો અભિયાન અંતર્ગત સુરતમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ

સુરત શહેરથી એક સમાચાર મળી રહ્યા છે. આજે 05.08.2021ના રોજ સુરત શહેર ખાતે કોંગ્રેસે સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા…

સુરત શહેરથી એક સમાચાર મળી રહ્યા છે. આજે 05.08.2021ના રોજ સુરત શહેર ખાતે કોંગ્રેસે સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ટ્રેક્ટર લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર સામે કૉંગ્રેસનો ખેડૂત ખેતી બચાવો અભિયાન અંતર્ગત સુરત શહેર જિલા કૉંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ મિનિબજાર થી માનગઢચોક સુધી કરવામાં આવ્યો હતો.

સુરત શહેર જીલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ વિરોધમાં પૂર્વ કોર્પોરેટર નિલેશ કુંભાણી , દિનેશભાઇ સાવલિયા, સુરેશભાઈ સુહાગિયા, પપન તોગડીયા, દક્ષા બેન ભુવા, સુરેશભાઈ પડસાળા, કિરીટભાઈ, સંજયભાઈ અને અન્ય કૉંગ્રેસ ના કાર્યકરો જોડાયા હતા. આ સાથે કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ જણાવતા કહ્યું હતું કે, તાનાશાહી સરકાર એ પોલીસ ને આગળ કરી બધા ની બળજબરી પૂર્વક ધરપકડ કરી છે. સાથે જણાવ્યું છે કે, આવનારા દિવસો માં અમારી સરકાર આવી રહી છે તૈયાર રહે આ તાનશાહી બંધ કરવા માટે.

જોવા જઈએ તો ગઈ કાલે રાજ્યમાં ભાજપ સરકારના શાસનની નિષ્ફળતા ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આયોજિત જનસંપર્ક અભિયાનના ભાગરૂપે આજે મહિલા સુરક્ષા અભિયાન અન્વયે રાજ્યવ્યાપી ધરણાં-રેલી અને દેખાવ યોજીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી આજરોજ તાપી જિલ્લામાં ઉચ્છલ ખાતે યોજાયેલ મહિલા સુરક્ષા અભિયાનમાં હાજર રહ્યા હતા અને રાજ્યની ભાજપ સરકારની ઉજવણીની આકરી આલોચના કરી હતી.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં કાયદો અને વ્યવસ્થા ભાંગીને ભુક્કો થઈ ગઈ છે. રાજયની અસંવેદનશીલ ભાજપ સરકારના રાજમાં મહિલાઓ સુરક્ષિત નથી ત્યારે રાજ્ય સરકાર ઉત્સવોના નામે તાયફાઓ કરવામાં વ્યસ્ત છે અને લાજવાને બદલે ગાજી રહી છે. ભારત દેશમાં નારીની શક્તિસ્‍વરૂપે પૂજા થાય છે ત્‍યારે ગાંધી અને સરદારના ગુજરાતમાં મહિલાઓના સ્‍વાભિમાનનું રક્ષણ કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્‍ફળ નીવડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *