પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં PM નરેન્દ્ર મોદીએ 100 રૂપિયાનો સ્મારક સિક્કો લોન્ચ કર્યો છે. આ સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલજીની તસવીર છે.
25 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાનની જન્મ જયંતી છે. તે અવસરે સ્મારક સિક્કો જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. એવામાં સરકાર તેમની 95મી જન્મજયંતીને ખાસ બનાવી છે.
અટલજીનો સિક્કો જાહેર કરતાં પીએમ મોદીએ કહ્યું કે, અટલજીનો સિક્કો આપણા દિલો પર 50 વર્ષો સુધી ચાલ્યો. જો આપણે તેમના આદર્શો પર ચાલીશું તો આપણે પણ અટલ બની શકીએ છીએ. આપણે તેમના જીવન પરથી પ્રેરણા લેવી જોઈએ.
Prime Minister Narendra Modi releases commemorative Rs 100 coin in memory of former prime minister Atal Bihari Vajpayee. pic.twitter.com/wE1KHYgEsZ
— ANI (@ANI) December 24, 2018
શું છે સિક્કાની વિશેષતા?
સિક્કાની બીજી તરફ અશોક સ્તંભ છે.
સિક્કાની એક તરફ પૂર્વ વડાપ્રધાનનું પૂરું નામ દેવનાગરી અને અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે.
તસવીરની નીચેના ભાગમાં વાજપેયીનો જન્મ વર્ષ 1924 અને દહાંત વર્ષ 2018 અંકિત કરવામાં આવ્યા છે.
આ સિક્કાનું વજન 35 ગ્રામ છે.
સિક્કાની ડાબી બાજુ દેવનાગરી લિપિમાં ભારત અને જમણી તરફ અંગ્રેજીમાં ઈન્ડિયા લખવામાં આવ્યું છે.