માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી અને ખુરશી ને ગરીબ ને ભુલી ને ચૂંટણી પ્રચાર દરમિયાન સડકછાપ શબ્દોનો ઉચ્ચાર કર્યો હતો. તેમણે જનતા ને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે “બીજું બટન દબાવશો તો ધનોત પનોત નીકળી જશે”. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જ ગુજરાત પર બે લાખ કરોડ રૂપિયાનું દેવું કરીને ગુજરાતનું ધનોત-પનોત કાઢી નાખ્યું હતું. તેમના વડાપ્રધાન બન્યા બાદ પણ ગુજરાત પર એક લાખ કરોડનું દેવુ વધ્યું છે. કેન્દ્રમાં શાસન દરમિયાન મોદી સરકાર આવ્યા પછી 28 લાખ કરોડનું દેવું વધ્યું છે. આમ મોદી સરકારના શાસનને જ ધનોત-પનોત કહી શકાય.
2014ની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીના સમર્થક બાબા રામદેવ કહેતા હતા કે જેમ મોટા ચલણને નોટો બજારમાં ફરતી રહેશે તેમ કાળું ધન ભેગું કરવામાં સરળતા રહેશે. 2014ની ચૂંટણી વખતે મોદી સરકાર પણ કાળા ધન ના વિરોધમાં હતી. 2016માં સરકાર દ્વારા નોટ બંધી કરવામાં આવી જેમાં 1000ની નોટ ને બંધ કરી 2000 ની નોટ લાગુ કરવામાં આવી. શું આમ કરવાથી કાળુ ધન એકઠું કરવામાં સરળતા નહીં થાય? નોટ બંધી ના કારણે ૫૦ લાખ જેટલી નોકરીઓ પણ ગુમાવી. સેંકડો લોકોએ પોતાના જીવ પણ ગુમાવી દીધા. શું આ કાર્ય ધમક પનોત કાઢી નાખે તેવું નહોતું?
2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે નર્મદા યોજનાનું કામ સમાપ્ત થઈ ગયું છે અને પ્રાણીનું કોઈ પ્રશ્ન નહીં રહે. પરંતુ હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો પાણી વિના તરસ્યા ટળવળી રહ્યા છે.
ખેડૂતોને પૂરેપૂરા વીમા પ્રીમિયમ ના બદલામાં પણ પાક વીમો નો પાક્યો. વીમા કંપનીઓએ ૧૬,૦૦૦ કરોડનો ફાયદો કર્યો. આ કંપનીઓમાંથી એક કંપની રિલાયન્સ ઇન્સ્યુરન્સ હતી જે અનિલ અંબાણી ની કંપની છે. આમ પોતાના મિત્રોને ખેડૂતોના બદલે ફાયદો કરાવી રહ્યા છે.
2019માં પણ જો મોદી સરકાર ટકી જશે તો ખેડૂતો અને મધ્યમવર્ગના લોકોનું ધનોતપનોત નીકળી જશે. નિર્ણય તમારો છે કે તમારે કોને મત આપવો.