સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ પર ભાજપના કાર્યકર દ્વારા હુમલો, જાણો સમર્થકોએ શુ કર્યું…

ગુજરાતના સુરેન્દ્રનગર માં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને એક યુવકે થપ્પડ મારી દીધી. એક ચૂંટણી સભા દરમિયાન હાર્દિક પટેલ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક…

ગુજરાતના સુરેન્દ્રનગર માં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને એક યુવકે થપ્પડ મારી દીધી. એક ચૂંટણી સભા દરમિયાન હાર્દિક પટેલ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક યુવાને તેમને થપ્પડ મારી. ત્યાં જમા થયેલ ભેળે યુવકને કાબૂમાં લીધો અને તેની ધોલાઈ કરી. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી તેમાં તે વ્યક્તિએ આમ કરવા પાછળનું કારણ જણાવ્યું :-

હાર્દિક પટેલને થપ્પડ મારવા વાળા વ્યક્તિનું નામ તરુણ છે. તેણે કારણ જણાવ્યું કે પહેલી વખત પાટીદારના આંદોલન થયું હતું ત્યારે તેની પત્ની ગર્ભવતી હતી. આંદોલનના કારણે તેને હોસ્પિટલમાં સારવાર લેવામાં તકલીફ થઇ રહી હતી. ત્યારે તેણે નક્કી કર્યું કે હાર્દિકને તે એક દિવસ જરૂર મારશે. અમદાવાદની રેલી દરમ્યાન જ્યારે તે પોતાના બાળકો માટે દવા લેવા ગયો ત્યારે પણ બધા જ મેડિકલ બંધ થઈ ગયા હતા. હાર્દિક જ્યારે ઈચ્છે છે ત્યારે રસ્તાઓ બંધ કરી દે છે. ગુજરાત બંધનું એલાન કરી દે છે. આમ તે એટલો જેવું વર્તન કરતો હોવાથી યુવક ને તેના પર ગુસ્સો હતો.

હુમલા બાદ હાર્દિકે જણાવ્યું કે આમાં સ્પષ્ટરૂપે ભાજપનો હાથ છે. અન્યથા જે પણ વ્યક્તિ મારાથી અસંતુષ્ટ છે તે મારી પાસે આવીને મારી સાથે વાત કરી શકે છે. અસંતુષ્ટ લોકો મને કાળો ઝંડો બતાવીને મારો વિરોધ કરી શકે છે પરંતુ આ વ્યક્તિ અમારા પર હુમલો કર્યો છે જે ભાજપની કાર્યપ્રણાલી છે.

હાર્દિકે સ્પષ્ટ રૂપે અપીલ કરી છે કે તરુણ ને કોઈ હાનિ ન પહોંચાડે. હાર્દિકે આ વ્યક્તિને માફ કરી દીધો છે. હાર્દિકે જણાવ્યું કે ,”આ ઘટના અને યુવાનો ના મુદ્દા ની વાત કરવાથી અટકાવી નહીં શકે.”

આ ઘટના બાદ તપાસમાં બહાર આવ્યું છે કે આ યુવક ભાજપનો સક્રિય કાર્યકર છે, અને કડીમાં નેતાઓ સાથે પ્રચારમાં પણ અવારનવાર જતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *