વિદ્યાર્થીઓએ મોદીને પૂછ્યું, સવારે વાંચવું જોઈએ કે રાત્રે?- જુઓ વિડીયો

પરીક્ષા ઉપર વાતચીતના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઉભા થતા તણાવ, ચિંતા, માનસિકતાણ જેવા પ્રશ્નોને કેવી રીતે દૂર કરવા તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને જણાવતા કહ્યું કે હમણાં કંઈક બનવાની નહીં પણ કંઈક કરવાના સપના બનાવો, તેમાં તમને જરૂર સફળતા મળશે. દિલ્હીના તાલકટોરા ઇનડોર સ્ટેડિયમ આ કાર્યક્રમમાં 2000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીને તણાવથી દૂર રહેવા માટે શું કરવું જોઈએ તેવા સવાલો પણ કર્યા હતા.

રાત્રે વાંચવું જોઈએ કે સવારે?- જાણો મોદીજીએ શું જવાબ આપ્યો?

પ્રધાનમંત્રી મોદીએ આ પ્રશ્નનો જવાબ આપીને કહ્યું કે, રાતના સમયે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે દિવસ દરમિયાનની તમામ ઘટનાઓ તમારા મગજમાં ચાલતી હોય છે. એવામાં સૂર્યોદય પહેલા સવારે વાંચવું વધારે સારું છે. ઊંઘીને તમે ઊઠો છો ત્યારે એક નવા દિવસની શરુઆત થાય છે. સ્વસ્થ મનથી તમે વાંચશો તો તે તમારા માટે વધારે લાભદાયી સાબિત થશે.

તેમણે એ પણ જણાવ્યું કે વડીલોએ પોતાના બાળકોની ક્ષમતા પ્રમાણે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. જ્યારે બાળક નાનું હોય અને પડી જાય ત્યારે મા તાળી પાડીને કહે છે કે કઈ વાંધો નહીં. તમારે આ રીતે જ બાળક મોટું થાય ત્યારે તેની સાથે વર્તવું જોઈએ. માતા-પિતાએ બાળકોને મદદ કરવા માટે માનસિકતા હંમેશા જીવતી રાખવી જોઈએ.

લાઈનમાં રહેવું, વીજળી બચાવવી પણ શ્રેષ્ઠ નાગરિકનું કર્તવ્ય

અધિકાર અને કર્તવ્ય પર પૂછાયેલા સવાલ અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે બન્ને અલગ નથી. તેમણે કહ્યું કે કર્તવ્યમાં અધિકાર પણ સમાવિત હોય છે. તેમણે કહ્યું કે, લાઈનમાં રહેવું વીજળી બચાવવી અને ટિકિટ લઈને જવું જેવી બાબતો પણ કર્તવ્યનું નિર્વહન કરી શકે છે.

મોદીજીએ ચંદ્રયાનનું ઉદાહરણ આપીને સમજાવ્યું- જાણો અહીં

પ્રધાનમંત્રી મોદીએ આ દરમિયાન નિષ્ફળતા સામે કઈ રીત ટકી રહેવું તે પણ વિદ્યાર્થીઓને સમજાવ્યું. તેમણે કહ્યું, “ચંદ્રયાનના લોન્ચિંગ દિવસે તમે બધા રાત્રે જાગી રહ્યા હતા, તમારું ચંદ્રયાનને મોકલવામાં કોઈ યોગદાન નહોતું, વૈજ્ઞાનિકોએ મન લગાવીને કામ કર્યું, જ્યારે ચંદ્રયાન સફળ ના થયું ત્યારે આખો દેશ ડિમોટિવેટ થઈ ગયો હતો. ક્યારેક નિષ્ફળતા આપણને આવા બનાવી દે છે.”

સાથે-સાથે મોદીજીએ જણાવતા કહ્યું કે, “એ દિવસે હું ત્યાં હાજર હતો. ઘણાં લોકો કહી રહ્યા હતા કે મોદીએ આ કાર્યક્રમમાં નહોતું જવા જેવું, કેટલાક કહેતા હતા કે તમે જશો અને સફળતા નહીં મળે તો શું કરો, મે કહ્યું એટલા માટે મારે જવું જોઈએ. અને જ્યારે થોડી મિનિટો બાકી હતી ત્યારે વૈજ્ઞાનિકોના ચહેરા પર બદલાવ દેખાઈ રહ્યો હતો, તણાવ દેખાતો હતો, મને લાગી રહ્યું હતું કે કંઈક ખોટું થયું છે, પછી થોડીવારમાં મને આવીને જણાવ્યું, મે કહ્યું તમે પ્રયત્ન કરો પછી 10 મિનિટ બાદ જણાવ્યું કે નથી થઈ શકતું, પછી મે આંટો માર્યો, રાત્રે 3 વાગ્યે હું હોટલ પર ગયો, હું શાંતિથી બેસી ના શક્યો.”

“માત્ર પરીક્ષામાં મળેલા ગુણ જ આપણું જીવન નથી”

પ્રધાનમંત્રી વિદ્યાર્થીના સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, કોઈ પરીક્ષા આખું જીવન નથી ચાલતી પણ એક પડાવ હોય છે. આપણે તેને જીવનનો મહત્વપૂર્ણ પડાવ માનવો જોઈએ. માતા-પિતાને હું પ્રાર્થના કરવા માગુ છં કે આ નહીં તો કશું નહીં તેવો મૂડ ના બનાવવો જોઈએ. કશું ના થયું તો દુનિયા લૂંટઈ ગઈ, તેવા વિચાર આજના સમયમાં બરાબર નથી. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં જઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *