શું તમે જાણો છો, બજેટ 2020 માટે મોદીએ કેટલો પરિશ્રમ અને મહેનત કરી હતી- જાણી ચોંકી ઉઠશો

ગયા શનિવારે રજૂ કરવામાં આવેલા બજેટને કોઈ પસંદ કરે કે ન કરે પણ આ બજેટમાં વડાપ્રધાને જે મહેનત કરી હતી તેની સ્પષ્ટ અને સીધી જોવા મળે છે. બજેટ તૈયાર થયું તે અગાઉ મોદીએ વ્યક્તિગત રીતે વિવિધ પક્ષકારો સાથે આશરે 100 કલાક સુધી વિચાર મંથન કર્યું હતું, આવું નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. બજેટ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ જગતના દિગ્ગજોથી લઈ અર્થશાસ્ત્રીઓ સુધી તમામ પક્ષોને મળ્યા હતા, દરેકના સૂચનને તેમણે ધ્યાનથી સાંભળ્યું હતું અને બજેટને વધુ સારું કેવી રીતે બનાવી શકાય તે બાબત પર ભાર આપ્યો હતો.

ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કાર્યભારને લગતા અનુભવને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સેક્ટર પાસેથી વિસ્તૃત પ્રેઝન્ટેશન મેળવ્યું હતું. દરેક મુદ્દાનું ઝીણવટપૂર્વક અધ્યનન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રકારે બજેટના દરેક પાસાનો ઝીંણવટભર્યો અભ્યાસ કરતા હતા. તેમને સ્પષ્ટ સંદેશ હતો કે બજેટથી સરકારની વિશ્વસનીયતા વધવી જોઈએ, લોકોની આવક અને ખરીદશક્તિ વધવી જોઈએ. આ બજેટમાં એવી અનેક બાબતો છે કે જે પ્રથમ વખત આવી છે. જેમાં ગવર્નન્સને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, રાજકોષિય સંચાલનનું એક પ્રકરણ છે, તેમા જેન્ડર અને મહિલા સશક્તિકરણ તથા જીવનશૈલીને લગતી બિમારી અંગે પણ વાત કરવામાં આવી છે.

હાલ ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં નાણાંકીય વર્ષ 2020-21માં બજેટ રજૂ કર્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રીએ તેને વિઝન અને એક્શનવાળુ બજેટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બજેટથી આર્થિક વિકાસને વેગ મળશે, દરેક નાગરિક આર્થિક રીતે સશક્ત બનશે અને નવા દાયકામાં દેશને પાયાગત રીતે મજબૂત કરશે. ભારતીય કોર્પોરેટ જગતને લાગે છે કે બજેટમાં જે પણ જાહેરાત થઈ છે તેને તાત્કાલિક લાગુ કરવી જોઈએ, જેથી પરિણામો જોવા મળે. બાયોકોનના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર કિરણ જમૂમદાર શોએ કહ્યું હતું કે આ બજેટમાં જે પણ ઉપાય કરવામાં આવેલ છે તેના મધ્યમથી લાંબા ગાળાના સારા ફાયદા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *