ચૂંટણી પંચે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ પર ચૂંટણી પૂરી થવા સુધી પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણીની પહેલા રિલીઝ થનારી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મ પર ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી બેન મુકવામાં આવ્યો હતો. જો કે હવે ચૂંટણી પંચ દ્વારા નરેન્દ્ર મોદી આધારિત વેબ સીરીઝ પર પણ બેન મુકવાના આદેશ આપ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત બાયોપિક ફિલ્મ પછી હવે વેબ સીરીઝ પર પણ બેન મુકવામાં આવ્યો છે. શનિવારે ચૂંટણી પંચ દ્વારા ઈરોઝ નાઉને આદેશ આપવામાં આવ્યા હતા કે વેબ સીરીઝ ના બધા જ એપિસોડ નું સ્ટ્રીમિંગ કોઈ પણ માધ્યમ પર દર્શાવવામાં ન આવે.
વિવેક ઓબરોય સ્ટાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ ને ચૂંટણી આયોગે રિલીઝ ના એક દિવસ પહેલા જ બેન કરી હતી. ફિલ્મ ૧૧ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. ઓમંગ કુમાર ડિરેક્ટ એડ ફિલ્મ પર આરોપ હતો કે ફિલ્મ આચાર સંહિતાનો ભંગ કરી રહી છે. ફિલ્મ પછી હવે ચૂંટણી આયોગ દ્વારા વેબ સીરીઝ પણ બેન કરી છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગ દ્વારા એવા દરેક ફિલ્મો પર બેન મૂકી શકે છે. એની અસર ચૂંટણી પર પડી શકે છે. ફિલ્મ બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૯ એપ્રિલ સુધી જમા કરાવવા આદેશ આપ્યા છે અને આ અંગે વધુ સુનાવણી ૨૨ એપ્રિલ સુધી ટાળવામાં આવી છે પીએમ મોદી પર બનેલી વેબ સીરીઝ ના પાંચ એપિસોડ ઓનલાઇન સ્ટ્રીમ થઈ ચૂક્યા છે.
Like Facebook Page: TrishulNews
Follow on Twitter: TrishulNews
Follow in Instagram: TrishulNews
Subscribe in Youtube: TrishulNews