ગરમી ગાભા કાઢી નાખશે! હિટવેવ સાથે ફરી માવઠાની આગાહી- આ તારીખે આટલા વિસ્તારને ધમરોળશે વરસાદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર ખુબ જ વધી ગયો છે. મંગળવારના રોજ 9 શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. મહત્વનું છે કે, ગરમ-સૂકા…

ગુજરાત(Gujarat): રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર ખુબ જ વધી ગયો છે. મંગળવારના રોજ 9 શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. મહત્વનું છે કે, ગરમ-સૂકા પવનના લીધે તાપમાનમાં ખુબ જ વધારો થયો છે. ત્યારે હજુ 24 કલાક ગરમીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી(Mawtha forecast) કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો 14 અને 15 એપ્રિલના રોજ અમદાવાદમાં હિટવેવની આગાહી(Heatwave forecast) કરવામાં આવી છે. પરંતુ વરસાદની આગાહી(Rain forecast)ને કારણે જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે.

હવામાન વિભાગે જણાવતા કહ્યું છે કે, સાઈક્લોનિક સર્ક્યુલેશનથી 13-14 એપ્રિલના રોજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 12 એપ્રિલના રોજ ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી ખાબકી શકે છે. 13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતાઓ સેવવામાં આવી છે. સાથે જ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 એપ્રિલના રોજ વલસાડ, સુરત, નવસારી, સુરત,અમરેલી,ભાવનગર,દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો નોંધાય રહ્યો છે. સોમવારના રોજ 17 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યા પછી ગઈકાલે તાપમાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં પણ તાપમાન 41 ડિગ્રી વટાવી ગયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ શહેરમાં આકરી ગરમી પણ અમદાવાદીઓને રાડ પડાવશે, કેમ કે આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનો પારો 40થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. હવે આખો દિવસ આકરો તાપ રહેતો હોઈ લોકો રાડ પાડી ઉઠ્યા છે. બપોરના સમયે તો સન્નાટો છવાઈ જાય છે. લોકો આકરા તાપથી બચવા કામ સિવાય ઘર કે ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ સાંજ પડતાની સાથે લીબું પાણી, શેરડીનો રસ અને બરફના ગોલા ખાઈને લોકો તાપ સામે રક્ષણ મેળવી રહ્યા છે. ગરમી વચ્ચે માવઠાના વધુ એક રાઉન્ડની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માર્ચ મહિનામાં પણ અનેક જિલ્લામાં માવઠાથી પાક પર અસર પડી હતી.

વધુમાં હવામાન વિભાગે જણાવતા કહ્યું છે કે, અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી પણ અમદાવાદીઓને રાડ નખાવી દેશે, કેમ કે આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનો પારો 40થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ ખુબ જ વધવા પામ્યો છે. હવે આખો દિવસ આકરો તાપ રહેતો હોઈ લોકો હેરાન થઇ ગયા છે.

આટલું જ નહી પણ જો વાત કરવામાં આવે તો બપોરના સમયે તો સન્નાટો છવાઈ જાય છે. લોકો આકરા તાપથી બચવા કામ સિવાય ઘર કે ઓફિસની બહાર નીકળવાનું પણ ચોક્કસપણે ટાળી રહ્યા છે. બીજી બાજુ સાંજ પડતાની સાથે લીબું પાણી, શેરડીનો રસ અને બરફના ગોલા ખાઈને લોકો તાપ સામે થોડી ઠંડક મેળવી રહ્યા છે. ગરમી વચ્ચે માવઠાના વધુ એક રાઉન્ડની સંભાવનાથી ખેડૂતો ભયમાં મુકાઈ ગયા છે. માર્ચ મહિનામાં પણ અનેક જિલ્લામાં માવઠાને કારણે પાકને ખુબ જ નુકશાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *