PM મોદીનો ગુજરાત પ્રવાસ થયો કેન્સલ, વડાપ્રધાનની જગ્યાએ ભાજપના આ દિગ્ગજ નેતા આવે તેવી શક્યતા

ગુજરાત(Gujarat): દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)નો રાષ્ટ્રીય એકતા દિનનો કાર્યક્રમને કેન્સલ કરવામાં આવ્યો છે. PM મોદી તારીખ 30 અને 31મી ઓક્ટોબરે ગુજરાતની મુલાકાતે આવવાના હતા પરંતુ હવે તેમના સ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah) આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જો કે હજી તેમનો સત્તાવાર રીતે કોઈ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.

વડપ્રધાન મોદી 30મી અને 31મી ઓક્ટોબરે ઇટાલી જવા માટે થશે રવાના:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 30મી ઓક્ટોબરે કેવડિયા(Kevadia) જવાના હતા અને ગોરા ઘાટ પર પહેલી વાર નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ પણ કરવાના હતા. PM મોદી તારીખ 31મી ઓક્ટોબરને સરદાર પટેલ જ્યંતિના દિવસે રાષ્ટ્રીય એકતા દિનની પણ ઉજવણી કરવાના હતા પરંતુ વડાપ્રધાનના કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો છે કારણ કે તેઓ 30 અને 31મી ઓક્ટોબરે ઇટાલી જવાના છે.

ઇટાલીના રોમમાં જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જી-20 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી જવાના હોવાથી ગુજરાતનો કેવડિયા ખાતેનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી હવે દેવદિવાળીના સમયમાં કેવડિયા આવે તેવી શક્યતાઓ છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાજપના આ દિગ્ગજ નેતા આવે તેવી શક્યતા:
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રાષ્ટ્રીય એકતા દિવસની સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉજવણીના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સતાવાર કાર્યક્રમ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *