મોદીના આ શબ્દની સોશ્યલ મીડિયામાં ઉડી રહી છે જબરદસ્ત મજાક, જાણીને તમને પણ કોમેન્ટ કર્યા વગર નહિ રહો

વરિષ્ઠ પત્રકાર જશવંત પટેલ: હાલમાં ભારત દેશની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે.

એક બાજુ કાળમુખા કોરોનાએ ભારત દેશને પોતાના ભરડામાં લીધું ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ વગેરે બંગાળમાં મમતા દીદી ને હરાવવા માટે મેદાને પડયા હતા. જોકે ચૂંટણી ટાણે મોટી મોટી જાહેર સભાઓ સંબોધનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાત્રે મીડિયામાં આવીને લોકોને સોશિયલ ડિસ્ટન્સના પ્રવચનો આપતા હતા અને આત્મનિર્ભર ભારત ની વાતો કરતા હતા ત્યારે મોદીની આ સુફિયાણી વાતો કોરોનાના કપરા કાળ સામે બિન અસરકારક નીવડી છે.

કારણકે કોરોના ના બીજા વેવમાં દેશના અનેક રાજ્યોમાં આરોગ્યલક્ષી સગવડોનો અભાવ સ્પષ્ટ પણે દેખાય આવ્યો છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હોમટાઊન ગુજરાતમાં મોતનું તાંડવ ખેલાઈ રહ્યું હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. ગુજરાતમાં હોસ્પિટલોમાં બેડ નથી મળતા, ઓક્સિજનનો અભાવ છે, જીવન રક્ષક ગણાતા ઇન્જેક્શનો માટે લોકો લાઈનમાં ઉભા છે. આ બધું ઓછું હોય તેમ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે પણ લાંબી લાંબી લાઈનો લાગતી જોવા મળી રહી છે. જે દ્રશ્યોએ એક સમયના મોદીના ગુજરાત મોડેલને ખૂલ્લું પાડી દીધું છે.

હાલમાં કોરોનાના આવા કપરા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાના ભાષણમાં ઉચ્ચારાયેલા આત્મનિર્ભર ભારત શબ્દને લઈને સોશિયલ મીડિયામાં જબરજસ્ત મજાક ઉડી રહી છે. લોકો આત્મનિર્ભર ભારત નો અર્થ આ રીતે સોશિયલ મીડિયામાં કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ લખે છે કે હવે સમજાયું આત્મનિર્ભર ભારત નો અર્થ.

આત્મનિર્ભર ભારત એટલે……
એમ્બ્યુલન્સ જાતે શોધો, હોસ્પિટલમાં બેડ જાતે શોધો, ઇન્જેક્શન પણ જાતે શોધો, ઓક્સિજન પણ જાતે શોધો, દવા જાતે શોધો, વેન્ટિલેટર જાતે શોધો, અને આ બધું ઓછું હોય એમ  સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે જગ્યા પણ જાતે જ શોધો.

PM મોડી આત્મનિર્ભર ભારતની વાતો તો કરી રહ્યા છે. પરંતુ ભારત આત્મનિર્ભર ભારત જોવા મળતું નથી. જોકે વિદેશી મીડિયામાં પણ ભારતની આ કપરી પરિસ્થિતિને લઈને ઘણું બધું લખાયું છે.જેમાં વિદેશી મીડિયા માં મોદી સરકારની આકરી ટીકા થઈ છે. ત્યારે હવે દેશમાં પણ સરકાર સામે ક્યાંકને ક્યાંક છૂપો રોષ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પ્રગટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *