કોરોનાકાળ(Coronal period) દરમિયાન બધું જ વેરવિખેર થઈ ગયું હતું. ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની(Gujarat) મુલાકાતે આવી રહ્યા છે. આજે વડાપ્રધાનના કાર્યક્રમમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવ્યા હતા. તેમના સ્વાગત માટેની તૈયારીઓ ખુબ જ જોર-શોરથી ચાલી રહી છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયુર ડાન્સ, કુચીપુડી, ભારતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરાયું છે.
પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ સહિતના નેતાઓને રોડ શોની જવાબદારી:
મળેલી માહિતી અનુસાર પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહીત અન્ય ઘણા મંત્રીઓને રોડ શોની જવાબદારી સોપવામાં આવી છે. ચેરમેનના જણાવ્યા અનુસાર, 4 રાજ્યોમાં ભાજપની જીત થઈ હોવાને કારણે ઉત્સાહ વધી રહ્યો છે.
ગુજરાત ભાજપના હોદ્દેદારો કમલમ પહોંચ્યાં:
ગુજરાત ભાજપના તમામ હોદ્દેદારો જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રદેશ બેઠકમાં હાજર રહેવાના છે તેઓ કમલમ ખાતે પહોંચી રહ્યા છે. તે દરમિયાન સૌથી પહેલા તમામ લોકોએ બહાર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેઓને અંદર પ્રવેશવા માટે એક કાર્ડ આપવામાં આવ્યું છે. ત્યારબાદ બહાર સિક્યુરિટી ચેકિંગ કરી અને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રાજસ્થાનના જૈન યુવક સંઘના યુવકો વડાપ્રધાન મોદીના સ્વાગત માટે એરપોર્ટ સર્કલ પહોંચ્યાં છે. આ સિવાય મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ વડાપ્રધાનના સ્વાગત માટે પહોંચ્યાં છે.
બાળક વડાપ્રધાનને મળવા આવ્યો:
12 વર્ષનો બીરેન ચૌધરી નામનો બાળક હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાવેલા સ્કેચને લઈને મોદીજીને મળવા આવ્યો છે. આ બાળકે જણાવ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે જેથી તેઓને મળવા માટે હું અહીં આવ્યો છું. મોદીજી દેશ માટે ઘણું કામ કરે છે.
વડાપ્રધાન મોદીની અર્ધ્ય આપતી રંગોળી બનાવવામાં આવી:
વડાપ્રધાન ચારેક વર્ષ બાદ આવતા હોવાથી ઉત્સાહિક લોકો દ્વારા મોદીજી માટે ખાસ રંગોળી બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ આપતા ફોટાના પોસ્ટર પર રંગોળી બનાવવામાં આવી છે. કમલમના મુખ્ય ગેટથી માત્ર વડાપ્રધાન પ્રવેશ કરવાના છે તે જગ્યાને પણ ફૂલોથી સજાવવામાં આવી છે.
યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓ PM મોદીનું અભિવાદન કરશે:
આટલા ભવ્ય સ્વાગત ઉપરાંત યુક્રેનથી પરત આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓ પણ પ્લે કાર્ડ સાથે અભિવાદન કરશે. આ વિદ્યાર્થીઓ સવારે વાલીઓ સાથે સર્કિટ હાઉસ આવશે. વિદ્યાર્થીઓ ભારતના રાષ્ટ્રધ્વજ લઈ અથવા વડાપ્રધાનના ફોટાવાળી ટી શર્ટ પહેરીને સ્ટેજ પર આવશે.
યુક્રેનથી પરત ફરેલ ઠક્કર હર્ષ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ‘હું યુક્રેનમાં ફસાયો હતો ત્યારે હંગેરી સુધી પહોંચ્યો હતો જે બાદ પીએમ મોદીએ શરૂ કરેલ મિશન ગંગા દ્વારા ભારત પરત આવ્યો છું. હું સુરક્ષિત રીતે ભારત પહોંચ્યો તે બદલ પીએમ મોદીનો આભાર માનવા આજે અહીંયા આવ્યો છું.’
PMના રોડ શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે ઊમટશે:
એક રીપોર્ટ અનુસાર, વડાપ્રધાનના આ રોડ શોમાં 4 લાખ લોકો અભિવાદન માટે આવશે. કોરોના પછી PM મોદીનો આ સૌથી મોટો કાર્યક્રમ છે. વડાપ્રધાન નેતાઓ સાથે બેઠક કરશે તેમજ તેઓ સરપંચ સંમેલનમાં હાજર રહેશે. આ સંમેલન દરમિયાન સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.